ETV Bharat / state

સુરતમાં ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત, ઘટના CCTVમાં કેદ - સુરત અકસ્માત સમાચાર

સુરતમાં ગંભીર રીતે હિટ એન્ડ રનની ઘટના બની છે કતારગામ વિસ્તારમાં ટ્રકચાલકે બીબીએના વિદ્યાર્થીને કચડી નાખતા ગંભીર ઇજાઓ પહોંચતા વિદ્યાર્થીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સુરતમાં ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

author img

By

Published : Feb 8, 2021, 7:13 AM IST

  • BBAના વિદ્યાર્થીને ટ્રક ચાલકે અડફેટે લેતા પહોંચી હતી ગંભીર ઇજાઓ
  • સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
  • ગત 25 જાન્યુઆરીનાં રોજ ગંભીર ઘટના બની હતી

સુરત: શહેરમાં ટ્રક ચાલકો યમદૂત બનીને બેફામ રીતે વાહનો હાંકી રહ્યા છે. શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં ગત 25મી જાન્યુઆરીનાં રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. BBAમાં અભ્યાસ કરતા જય ઇટાલિયા નામનાં વિદ્યાર્થીને એક ટ્રક ચાલકે અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા પોલીસે ફૂટેજ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની ઘટનાનાં CCTV ફૂટેજ

સવારે 4 વાગ્યા પછી ભારદારી વાહનો માટે 'નો એન્ટ્રી', તો પછી ટ્રક પ્રવેશ્યો કઈ રીતે?

અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં નજરે પડે છે કે, સફેદ કલરનું ટૂ-વ્હિલર લઈને આવી રહેલો વિદ્યાર્થી પૂર ઝડપે ચાલી રહેલા એક ટ્રકની અડફેટે આવી જાય છે. ઘટના બાદ ચાલક ટ્રકમાંથી ઉતરીને ફરાર થઈ જાય છે. કતારગામ પોલીસે હાલમાં ટ્રક કબજે કર્યો છે અને અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને એ પ્રશ્ન ઊભો થાય છે કે, શહેરમાં 4 વાગ્યા પછી ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં વાહનો શહેરમાં કેવી રીતે પ્રવેશી જાય છે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.