ETV Bharat / state

સુરતમાં યુવતીને ગોંધી રાખી શોષણ કરાયું, આરોપીએ યુવતીના ભાઇ-પિતાને મારી નાખવાની ધમકી આપી

સુરત શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવાએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીને જ પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી યૌનશોષણ કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

surat
surat
author img

By

Published : Feb 10, 2021, 12:27 PM IST

  • મામા કહેનારી યુવતીનું મામાએ કર્યું શોષણ
  • લગ્નની લાલચ આપીને કરાયું શોષણ
  • આરોપી ભૂવાની યુવતીના ઘરે એવરજવર રહેતી

સુરત: આરોપી બિપીન ગોવિંદ સોંધરવાની પત્ની થોડા સમય પહેલા ઘર છોડી જતી રહી હતી. ત્યારબાદ તે પીડિતાને ઘરમાં ઘરકામ તરીકે કામ કરવા માટે બોલાવતો હતો. જ્યારબાદ આરોપી પીડિતાને ઘરે જવા દેતો ન હતો. પીડિતા જેને મામા કહે છે એ વ્યક્તિએ તેને લગ્નની લાલચ આપીને પાંચ મહિના સુધી ગોંધી રાખી હતી અને દરરોજ શોષણ કરતો હતો.

આરોપી ભૂવાની યુવતીના ઘરે એવરજવર રહેતી

પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા બિપીન ગોવિંદ સોંધરવાની ઉમર 40 વર્ષની છે. બીપીન ગોવિંદ એ પહેલા ઉગત આવાસમાં રહેતો હતો ત્યારે તેનું સમાજમાં ભુવા ભગત તરીકે જાણીતો હતો. આરોપીને પીડિતા મામા કહીને બોલાવતી હતી. જ્યારે પીડિતાએ સમગ્ર ઘટનાની જાણ પોતાની પિતા અને ભાઈને કહી દેવાની વાત કરી તો આરોપી બિપીન ગોવિંદ સોંધરવાએ પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી.

surat
આરોપી ભૂવા બિપીન સોંદરવા

લગ્નની લાલચ આપીને કરાયું શોષણ

પીડિતા જણાવે છે કે, મારા મમ્મીની 2002માં અવસાન થયા બાદ ત્રણેક વર્ષેમાં પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. બાદમાં પીડિતાને તેની સોતેલી માતા સાથે મનમેળ ન રહેતા મામા બીપીનભાઈને ત્યાં રહેવા જતી રહી હતી. જેના બાદ 2018માં આરોપી બીપીન ગોવિંદને તેની પત્ની છોડીને જતી રહી. ત્યારબાદ આરોપી બીપીન ગોવિંદએ પીડિત મહિલાનું શોષણ કર્યું હતું. શોષણ કર્યા બાદ લગ્નની લાલચ આપી હતી અને સતત 5 મહિના સુધી ઘરમાં ગોંધી રાખી હતી.

સુરતમાં મામા કહેતી યુવતીને જ ગોંધી શોષણ કરાયું

પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો

ઉપરાંત જ્યારે પીડિતાએ સમગ્ર ઘટનાની જાણ મમ્મી-પપ્પાને કરી તો આરોપી બિપીન ગોવિંદ સોંધરવાએ પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ત્યારે સમગ્ર મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ યોન શોષણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભૂવા બિપીન સોંદરવાને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.