આ ઘટના નાના વરાછામાં આવેલી હરે કૃષ્ણ સોસાયટીની છે. એમ્બ્રોડરીના વેપારી જીજ્ઞેશભાઈ પાનસૂરિયાનો સાત વર્ષીય પુત્ર દીપ વરસાદી માહોલમાં રમી રહ્યો હતો. છત્રી લઈને રમતમાં ડૂબેલો દીપ રિવર્સમાં આવી રહેલી ફોર વ્હીલ કારની અડફેટે આવી ગયો હતો. જે જોઈને સ્થાનિકો તરત જ મદદ આવી પહોંચ્યા અને બાળકને કાર નીચેથી કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
બાળકને કાર નીચે આવતો જોઈને લોકોમાં અફડાતફડી મચી હતી. બધાને થયું કે બાળકે જીવ ગુમાવી દીધો હશે. પણ કહેવાય છેે ને કે, ઈશ્વર જેની વ્હારે હોય તેનો વાળ પણ વાંકો થતો નથી. આ બાળક સાથે પણ કંઈક આવું થયું. જ્યાં બાળકને કાર નીચે આવતાં જોઈને સૌના જીવ તાળવે ચોંડી ગયા હતા. ત્યાં બાળકને સહીસલામત જોઈ સ્થાનિકોમાં આશ્ચર્યની સાથે આનંદનો માહોલ જોવા મળ્યો હતો.