ETV Bharat / state

સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા રવાના... - રેલ્વે

શહેરથી પ્રથમ ટ્રેન યૂપી જવા રવાના થઇ છે. જેના પગલે પરપ્રાંતિયોને રાહત મળી છે. કારણ કે આજરોજ મંગળવારે યુપી જવા માટે ત્રણ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી.

રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા રવાના

author img

By

Published : May 5, 2020, 4:52 PM IST

સુરત: રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના થઇ ગઇ છે. જેના પગલે શહેરમાં રહેતા યુપીના શ્રમિકો માટે આજરોજ મંગળવારે મોટી રાહત મળી છે. કારણ કે, એક જ દિવસમાં યુપી જવા માટે ત્રણ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી પોતાના વતન જવા માટે માગ કરી રહેલા પરપ્રાંતિયોઓને હવે ટ્રેન મારફતે પોતાના વતન જઈ શકશે. 1200 જેટલા યાત્રીઓને લઇ આ ખાસ ટ્રેન સુરતથી પ્રયાગરાજ માટે બપોરે રવાના થઈ હતી.

રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા રવાના
શહેરમાં લાખોની સંખ્યામાં ઉત્તર પ્રદેશના લોકો વસે છે. જે રોજગાર અર્થે અહીં આવ્યા છે, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણ ફેલાતા લોકડાઉન બાદ તેમની સ્થિતિ કફોડી બની હતી રોજગાર ન હોવાના કારણે તેઓ પોતાના વતન જવા ઈચ્છી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઓરિસ્સા રાજ્ય પોતાના નાગરિકોને વતનમાં બોલવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ યુપી સરકાર દ્વારા જાહેરાત ન કરાતાં લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો. આ તકે વતન પરત જવા માટે ઠેરઠેર પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા.

લોક રોષ બાદ હવે યુપીની ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો હતો. નિર્ણય બાદ આજે પ્રથમ ટ્રેન સુરતથી પ્રયાગરાજ દોડાવવામાં આવી હતી. જેમાં 1200 જેટલા યુપીવાસીઓએ આ ટ્રેનનો લાભ લીધો હતો. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે લોકોના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.