ETV Bharat / state

સુરતમાં ચાર જગ્યા પર શોર્ટ-સર્કિટના કારણે લાગી હતી આગ

સુરત શહેરમાં મોડી રાતે પાંડેસરા, વેસુ, અમરોલી, અને ગોડાદરા આ ચાર સ્થળોએ શોર્ટ-સર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. બાદમાં ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઇ પ્રકારની જાનહાની થઇ ન હતી.

author img

By

Published : Jun 1, 2021, 2:22 PM IST

સુરતમાં ચાર જગ્યા પર શોર્ટ-સર્કિટના કારણે લાગી હતી આગ
સુરતમાં ચાર જગ્યા પર શોર્ટ-સર્કિટના કારણે લાગી હતી આગ
  • સુરતમાં ચાર સ્થળોએ શોર્ટ-સર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના
  • પાંડેસરાની જાવેલર્સની દુકાનમાં આગ લાગી
  • આગની ઘટનામા કોઇ જાનહાની થઇ ન હતી

સુરતઃ શહેરમાં મોડી રાતે પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામ નગર પાસે એક જ્વેલર્સની દુકાનમાં શોર્ટ-સર્કિટ થવાને કારણે આગ લાગી ગઈ હતી. જોકે, આ દુકાનમાં રહેલી AC, TV, ફર્નિચર અને પંખા સહિત વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે કોઈ જાનહાની થઇ ન હતી. દુકાન માલિક શૈલેષભાઈ જણાવ્યું કે, અમે ઉંઘમાં હતા ઉપર અમે લોકો રહી અને નીચે મારી દુકાન છે. અચાનક જ ઘરની લાઈટો તો જતી રહી હતી અમે નીચે આવીને જોયું તો દુકાનમાં આગ લાગી હતી. અમે તરત ફાયર વિભાગને જાણ કરતા ફાયરની બે ગાડીઓ આવીને આગને કાબુમાં લીધી હતી. અમારી દુકાનમાં જે જ્વેલર્સ કિંમતી વસ્તુઓ અમે દુકાન બંધ કરવાની સાથે જ ઉપર ઘરમાં મૂકી દઈએ છીએ પરંતુ દુકાનમાં રહેલી ફર્નિચર સોફા, એસી, પંખા ટીવી સહીતનાં સાધનો બળીને ખાખ થઇ ગયા હતા. જોકે કોઈ જાનહાની થઇ નથી. અમને ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેમ જણાઈ આવે છે.

આ પણ વાંચોઃ ડીસા રાધનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટ્રકમાં લાગી આગ

વેસુ સુમન આવાસમાં મીટર પેટીમાં લાગી આગ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સુમન સાગર આવાસના વીજળી મીટર પેટીમાં અચાનક આગ લાગી હતી. વોચમેન ચંદ્રકાંત પાલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, 3:30 વાગ્યાની આસપાસ મીટર પેટીમાં જોરદાર તણખાનો અવાજ આવ્યા બાદ આગ લાગી ગઈ હતી અને તેને કારણ કે, બિલ્ડીંગની લાઈટ પણ જતી રહી હતી. ફાયર વિભાગમાં જાણ કરતા વેસુ ફાયર સ્ટેશનની એક ગાડી આવીને આગને કાબૂમાં લીધી હતી. પરંતુ આમાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી

ડિંડોલીમાં ઘરના મીટર પેટીમાં લાગી આગ

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી ગીતાંજલિ સ્કૂલની સામે આવેલ શીવ પાર્ક સોસાયટીમાં ઘર-નં-241-A માં સવારે 4 વાગ્યાની આસપાસ ઘરની બહાર મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી.ઘર માલિક ઉદયભાઈ ચૌરસિયા એમ જણાવ્યું કે મીટરપેટીમાં શોર્ટ-સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. આગ લાગવાની સાથે અમે બધા ઘરની બહાર નીકળી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા ડિંડોલી ફાયર વિભાગને બે ગાડીઓ આવીને આગને કાબુમાં લીધી હતી. જોકે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.

અમરોલીમાં ઘરનાં ફ્રિજમાં આગ

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ બીકે પાર્ક ઘર નં-502 માં ફ્રિજમાં અચાનક સર્કિટ થવાને કારણે આગ લાગી ગઈ હતી. ઘર માલિક નીતિનભાઈ દ્વારા એમ જણાવ્યું કે પોણા ચાર વાગ્યાની આસપાસ ફ્રીજમાંથી ધુમાડો જોતા અમે ગભરાઈ ગયા હતા અને જોતાની સાથે આગ લાગી ગઈ હતી. અમે બધા પરિવાર સહિત ઘરની બહાર નીકળીને ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વીભાગની એક ગાડી આવીને આગને કાબુમાં લીધી હતી. જોકે આ આગમાં કોઇ પ્રકારની જાનહાની થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.