- સુરતમાં ઈસમ ટ્રેનની અડફેટે ચડ્યો
- ઈસમ બન્ને પગ કપાયા
- 6થી 8 કલાક તડપતો રહ્યો
સુરતઃ સુરતના અમરોલી સાયણ રેલવે ટ્રેક ઉપર એક અજાણ્યો ઈસમ દારૂના નશામાં ચાલી રહ્યો હતો. અજાણ્યો ઈસમ દારૂના નશામાં એકદમ મગ્નધુન બનતા પોતાના હાલતની ખુદને જાણ ન રહી. રેલવે ટ્રેક ઉપર મોડી રાત્રે ટ્રેનની અડફેટે ચડી ગયો. ટ્રેનની અડફેટે આવતા તેના બંને પગ કપાઈ ગયા હતા.
6થી 8 કલાક સુધી ગંભીર હાલતમાં તડપતો રહ્યો
નશામાં લીન બનીને બેભાન જેવી અવસ્થામાં ટ્રેન પાટા પર ચાલતો જતો હતો. દારુના નશામાં ટ્રેનની વિસ્લ કે અવાજ પણ ન સંભાળ્યો અને ટ્રેનની અડફેટે આવી ગયો અને બંને પગ કપાઈ ગયા. જોકે પગ કપાતા તે વ્યક્તિ ટ્રેકની બાજુમાં આવેલ ખાડીમાં પડી ગયો હતો. ખાડીમાં તો પડી ગયો પરંતુ 6થી 8 કલાક સુધી ગંભીર હાલતમાં તડપતો રહ્યો હતો. અચાનક તેમનાં મિત્રો જયારે નોકરી ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેમની નજર ગોલુ પર પડી હતી. મિત્રો એ તુરંત 108ને જાણ કરી 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન અંતે મોત થઇ ગયું. મોત તથા જ ગોલુનો પરિવારમાં શોખનું મોઝુ ફરી વળ્યુ.
આ પણ વાંચોઃ વલભીપૂરમાં મિત્રો સાથે દારૂ પીવા ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો
આ પણ વાંચોઃ માત્ર દારૂ અને દરિયા માટે જ નહીં, પરંતુ ઐતિહાસિક વિરાસતો માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે દમણ