સુરત: આમ તો અંતિમ ક્રિયા અને સ્મશાન ભૂમિમાં મહિલાઓ જતી નથી. પરંતુ શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂએ સાસુનું અંતિમ દાહ( Businessman Savani family) સ્મશાન ભૂમિ જઈને કર્યું. ઉદ્યોગપતિ મહેશ સવાણી અને તેમના પરિવાર દુઃખદ ઘડીએ પણ સમાજને નવી રાહ ચીંધવાનું ભૂલ્યા નથી. સવાણી પરિવારના મોભી વલ્લભ સવાણીના ભાઈ માવજી સવાણીના ધર્મ પત્ની વસંતબહેન સવાણીનો દેહાંત થયો છે.
આ પણ વાંચોઃ મોડાસામાં પિતાની અંતિમયાત્રામાં 3 પુત્રીઓએ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો
સાસુની તમામ વિધીમાં પુત્ર સમાન ભાગ - આ સમયે સ્મશાને ફક્ત પુરુષો અથવા પુત્ર અગ્નિદાહ કરી શકે એવી પ્રથા નાબૂદ કરી વસંતબહેન માવજીભાઈ સવાણીની છેલ્લા ઘણા દિવસોથી અવિરત સેવા કરનાર તેમની પુત્રવધુ પૂર્વી ધર્મેશભાઈ સવાણી છેક સ્મશાન સુધી પહોંચી ત્યાં સાસુની તમામ વિધીમાં પુત્ર સમાન ભાગ લીધો હતો. જયારે સાસુમાતાનું અગ્નિદાહ આપતી(daughter in law did the last act) વેળાએ આ પૂર્વીબહેન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા હતા. સવાણી પરિવારે પૂર્વીબહેનને પુત્રનો હક આપી પુત્ર સમાન સમજી તેમનો અગ્નિદાહ કરાવ્યો અને પુત્રવધુને ઘરના પુત્ર સમાન હક એનાયત કર્યો છે.
દેરાણીએ લીવરનું દાન કર્યું - વસંતબહેન માવજી સવાણીનું "લીવર" ફેલ હોવાથી ઘણા સમયથી અમદાવાદ ખાતે સારવાર લઈ રહીયા હતા. ત્યારે પણ એક પારિવારિક ભાવનાનો દાખલો રજૂ થયો હતો. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે માતા-પુત્ર, પિતા-પુત્ર, ભાઈ-ભાઈને લોહી કે અંગદાન આપ્યું હશે. પરંતુ આજે સમાજમાં દેરાણી-જેઠણીનો સંબંધ હંમેશા એક વેરની ભાવનાથી રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે સવાણી પરિવારમાં વસંતબહેનનો જીવ બચવવા માટે તેમના દેરાણી શોભાબહેન હિમ્મતભાઈ સવાણીએ તેમનું પેટ ચીરીને તેમનો જીવ જોખમમાં મૂકીને "લીવર"નું દાન કર્યું. પરંતુ સ્વ.વસંતબહેનને બચાવી ના શક્યા આવા ઉદાર દિલ ધરાવતા સવાણી પરિવારની સમાજ અને પારિવારિક ભાવનાઓ વિશ્વ માટે એક ખુબ મોટું ઉદાહરણ પૂરું પાડે છે.
અનાથ બાળકોને અભ્યાસ અર્થે દત્તક લીધા - કોરોના સમયે અંજવાળીબહેન વલ્લભભાઈ સવાણીના દેહાંત સમયે અનાથ બાળકોને અભ્યાસ અર્થે દત્તક લઇ સમાજને મોટો સંદેશ પૂરો પાડ્યો હતો અને સ્વ. અંજવાળીબેનના પુત્ર એટલે સમાજસેવી મહેશભાઈ સવાણી જે હજારો દીકરીઓના પાલકપિતાએ પોતાની બન્ને પુત્રવધુને રોજ ઘરેથી પગે લાગીને બહાર પગ મુકવાનો ચીલો બહાર પાડ્યો છે. એવા સદવિચારોના ભેખધરી સવાણી પરિવાર જે લોહીના સંબંધ નથી એ પણ નિભાવી જાણે છે તો આજે જાણીએ તેમના અંગત પારિવારિક લોહીના સંબધો વિશે.
ઓર્ગન ડોનેશન માટે 50,000થી વધુ સંકલ્પ - રૂપિયાની કોઈ કમીના હોવા છતાં ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરી પર્યાવરણનું પણ જતન કરી જાણે છે. ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે તેમના કાકી વસંતબહેન સવાણીને "લીવર" મેળવવા માટે જે મુશ્કેલી પડી હતી તે સમાજના લોકો માટે મુશ્કેલી કેમ હલ કરી શકાય તેની પહેલ હાથ ધરવા જઈ રહ્યા છે. આવનાર ડિસેમ્બરમાં પિતા વિહોણી દીકરીઓના લગ્ન સમારોહ "દીકરી જગત જનની" માં મહેશભાઈ સવાણી ઓર્ગન ડોનેશન માટે 50000 થી વધુ સંકલ્પ લેવડાવવા માટે પ્રયત્ન હાથ ધર્યા છે. સવાણી પરિવારના પૂર્વજો થકી આવનાર નવી પેઢીમાં પણ આવા સંસ્કરોનું સિંચન અવિરત પણે થઇ રહ્યું છે. જે આપણી સમક્ષ છે.