સુરતમાં એક તરફ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે મેન્સની T20 મેચની સિરીઝ ચાલી રહી છે, ત્યારે મહિલા ટીમ T20 શ્રેણી માટે તૈયાર છે. સુરતના આંગણે પ્રથમ વાર ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટ શ્રેણી શુક્રવારથી શરૂ થશે. જો કે, શુક્રવારથી દક્ષિણ આફ્રિકા સાથે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ વચ્ચે ટક્કર થશે.
ક્રિકેટના નિષ્ણાંતોના જણાવ્યાં મુજબ સાઉથ આફ્રિકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ સારું છે. પ્રથમ વાર સુરત ખાતે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના આયોજનને લઈ બંન્ને ટીમોએ સવારે પ્રેક્ટિસ કરી હતી. છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદના કારણે પીચ ભીની છે. જેને કારણે બંન્ને ટીમમાં અસમંજસ છે કે સ્પીનરોને વધારે મોકો આપીએ કે, ફાસ્ટ બોલરોને. બંને ટીમની મહિલા ખેલાડીઓ ગ્રાંઉન્ડ પર તનતોડ મહેનત કરી રહી છે. જો કે, સાઉથ આફ્રિકાની કેપ્તન સુને લુસ અને બોર્ડ પ્રેસિડેન્ટની કેપ્ટન સુષ્મા વર્માએ પોતાની ટીમની રણનીતિ અંગે કશું પણ કહેવા તૈયાર નથી. બંન્ને કેપ્ટન મેચ પહેલા પીચની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.
જો એક્સપર્ટનું માનીએ તો સુરતમાં ઘણા દિવસોથી વરસાદના કારણે પીચમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે સ્પીનરોને પીચ વધુ મદદગાર રહેશે. જે ટીમમાં સારા સ્પીનરો હશે. તે ટીમને જીતવાની વધુ શકયતા હશે.