ETV Bharat / state

Surat News : પરિણામમાં છબકડું, વલસાડની લો કોલેજમાં વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી છતાં પરિણામમાં માર્ક્સ મળ્યા - Valsad Law College Student Result Marks

સુરતની VNSGUમાં વિદ્યાર્થીએ પરીક્ષા આપી ન હોવા છતાં પરિણામ જાહેર થયું છે. વલસાડની લો કોલેજના વિદ્યાર્થીને LLB સેમ-6ના પરિણામમાં માર્કસ આપી દેવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

Surat News : પરિણામમાં છબકડું, વલસાડની લો કોલેજમાં વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી છતાં પરિણામાં માર્ક્સ મળ્યા

author img

By

Published : Jul 12, 2023, 2:57 PM IST

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સતત કોઈને કોઈ વાતે વિવાદમાં આવી રહી છે. તેવી જ રીતે આજે ફરી એક વખત યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વલસાડની લો કોલેજના એક વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી ન હોવા છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ અપાયા છે. જોકે, કોલેજે દ્વારા યુનિવર્સિટીને પત્ર લખીને તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની સાથે તે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ રદ કરવા જણાવ્યું હતું. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

પરિણામોમાં છબરડાની : યુનિવર્સિટીએ ઓનલાઈન ઉત્તરવહી ચેકિંગથી લઈને પરિણામ જાહેર કરવા સુધીના કામ પાછળ કરોડોનો ખર્ચ થાય છે. તેમાં છતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતની અન્ય ઘણી કોલેજોના વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામોમાં પણ આવા છબરડાની જોવા મળી રહ્યા છે. હાલ આ મામલે યુનિવર્સિટીમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે.

આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જે વિભાગથી આ ભૂલ થઇ છે તેઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. વલસાડની કોલેજના વિદ્યાર્થીનું પરિણામ ખોટી રીતે બહાર પાડવામાં આવ્યું છે. જે પરિણામ રદ કરવામાં આવ્યું છે. જો કે, આ કેસમાં જવાબદાર કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. - ડો.કિશોરસિંહ ચાવડા (યુનિવર્સિટીના કુલપતિ)

ભૂલ કરનારી કંપનીને જ ફરી કોન્ટ્રાક્ટ : ઉલ્લેખનીય છે કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદ કોઈને કોઈ વાતે વિવાદમાં આવી રહી છે અને તેમાં જે તે મામલે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે કમિટી બનાવવામાં આવે છે, પરંતુ આ તપાસ માત્ર કાગળ પર હોય તેવું કહી શકાય છે. કારણ કે, યુનિવર્સિટીએ કાર્યવાહી કરી હોય તેવું આજદિન સુધી કોઈ બાબત વિષે જાણ કરવામાં આવી નથી. જે તે તપાસનો અંત આવતો નથી અને ભૂલ કરનારી કંપનીને જ ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

  1. Vadodara News : એમએસયુ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓને 14.50 લાખ સુધીના પેકેજ અપાયાં
  2. Surat News : હર્ષ સંઘવીને પણ સિગરેટની લત લાગેલી, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં કરી દિલ ખોલીને વાત
  3. Vadodara News : MS યુનિવર્સિટીમાં B.Comમાં 3 હજાર વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યું, AGSU કર્યો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.