સુરત : કોન્સ્ટેબલના પુત્રએ UPSC સિવિલ સર્વિસની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા 823 રેન્ક પ્રાપ્ત કર્યો છે. મયુર રમેશ પરમારએ ગુજરાતમાં નવમો રેન્ક અને સુરતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. મયુરે પાંચમી ટ્રાયલમાં દેશની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી છે. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. મયુરના પિતા છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. મયુરે જણાવ્યું હતું કે, પિતાએ જે રીતે તેને સપોર્ટ કર્યો છે. તેના કારણે જ આ પરીક્ષા પાસ કરી છે.
UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 823 આવ્યો છે. ક્યાંકને ક્યાંક ઓપ્શનલ વીકના કારણે આ રેન્ક આવ્યો છે. આગામી અટેમ્પમાં હું જરૂરથી સારો રેન્ક લાવીશ એ જે મારો મુખ્ય ગોલ છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસનો હું હાસિલ કરીશ. શરૂઆતથી જ આ પરીક્ષા ખૂબ જ કઠિન લાગી હતી. કારણ કે સમગ્ર ક્ષેત્રના પ્રશ્નો આવે છે, પરંતુ એકવાર જો એમાં પકડ આવી જાય અને સહી દિશા મળી જાય સાથે UPSCની પ્રેક્ટિસ કરીએ અને તૈયારીઓ કરીએ એટલે સ્માર્ટ સ્ટડી કરીએ તો આ એક મીડીયમ એક્ઝામ છે હાર્ડ નથી. - મયુર પરમાર (UPSC, રેન્ક પ્રાપ્ત કરનાર)
સ્માર્ટ તૈયારીઓ કરી : સાથે તેણે કહ્યુ હતું કે, મારી મહેનત અંગે વાત કરું તો હું રાત્રે વાંચવાનું વધારે પસંદ કરું છું. સોશિયલ મીડિયાથી હું મહત્તમ દુરી બનાવી રાખું છું. સાથે હું સ્માર્ટ મેથડથી ભણવાનું ચાલુ રાખ્યું હતું. હું વર્ષ 2018થી UPSC પરિક્ષા તૈયારીઓ શરૂ કરી હતી. ત્રણ વખત મેઇનસ આપીને ઇન્ટરવ્યુ આપ્યું છે. પરિવારનો સપોર્ટ આર્થિક રીતે ખૂબ જ સારું રહ્યું છે. પરિવારે કહ્યું કે તારી ઉંમર ભલે 26 હોય કે વધે તું માત્ર તૈયારી કર. કોઈ નોકરીની આવશ્યકતા નથી. મારા પિતાએ પહેલાથી જ મારા શિક્ષણને લઈ ધ્યાન આપ્યું હતું. પહેલાથી જ સારી શાળા હોસ્ટેલમાં ભણવા માટે મારા પિતાએ મહેનત કરી હતી. આજ કારણ છે કે હું તેમને શ્રેય આપું છું.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વિશેષ કામ કરવા માંગુ છું : સાથે તેઓએ જણાવ્યું હતું કે, મારા પિતા હાલ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. મને એમનો સાથ સહકાર મળ્યો. જ્યારે હું ભૂતકાળ માં ફેલ થયો ત્યારે પણ મારા પિતાએ સહકાર આપ્યો. એ મારા માટે ખૂબ જ અગત્યનો છે. મારો મુખ્ય ઉદ્દેશ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસમાં જવાનો છે અનેક પરિબળો માટે હું કામ કરવા ઈચ્છું છું ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં હું યોગદાન આપવા માંગું છું. મૂળ બ્યુરોકેરેટ્સનો કાર્ય સરકારી યોજનાઓનો અમલીકરણ છે જે હું સારી રીતે કરવા માગું છું.
અમે સપોર્ટ કરતા હતા : મયુરના પિતા અને હેડ કોન્સ્ટેબલ રમેશ ભાઈ પરમારે જણાવ્યું હતું કે, આજે ખૂબ જ આનંદની લાગણી છે. કોન્સ્ટેબલનો છોકરો જો ક્લાસ વન અધિકારી બનતો હોય તો તે વ્યક્તિની ખુશી કેટલી હશે તમે જાણી શકો છો. એ પોતાની રીતે મહેનત કરતો હતો. જ્યારે પણ ટાઈમની અનુકૂળતા રહે એ રીતે તે મહેનત કરતો હતો. હું અને મારી પત્ની એને સપોર્ટ આપતા હતા.
Rajkot News : પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષાને લઈને ગૃહપ્રધાને આપ્યા સંકેત, સપ્ટેમ્બર પછીનું આયોજન
UPSC Civil Services Result Toppers List 2023: UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, છોકરીઓએ મારી બાજી
CRACKED UPSC: અંગ્રેજીમાં નાપાસ થયેલા વ્યક્તિએ UPSC ક્રેક કરી, સંઘર્ષ વાંચીને સેલ્યુટ કરશો