ETV Bharat / state

Surat Crime : લાખોની ચોરી કરીને બોર્ડની પરીક્ષા આપવા ગયો વિદ્યાર્થી, મદદ કરનાર માતા પિતાની ધરપકડ - બોર્ડની પરીક્ષા ચોરી

સુરતના કડોદરા ચાર રસ્તા ખાતે આવેલા જવેલર્સમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ચોરીમાં બે સગીર બાળકો સામેલ હતા. ચોરીના કામ માટે તેના માતા પિતા પ્રોત્સાહન કરતા હતા. તેમજ એક બાળક ચોરી કરીને બીજા દિવસે ધો.10 બોર્ડની પરીક્ષા આપવા ગયો હતો.

Surat Crime : લાખોની ચોરી કરીને બોર્ડની પરીક્ષા આપવા ગયો વિદ્યાર્થી, મદદ કરનાર માતા પિતાની ધરપકડ

author img

By

Published : Mar 16, 2023, 10:10 AM IST

Updated : Mar 16, 2023, 5:49 PM IST

બારડોલી : LCB અને કડોદરા પોલીસની સંયુક્ત ટીમે CCTV ફૂટેજની મદદથી જ્વેલર્સની દુકાનનો ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરી કરનાર બે બાળકો હતા. ચોરીના કામને લઈને તેના માતા પિતા પ્રોત્સાહન આપતા હતા. જેમાંથી એક બાળક ચોરી કરીને બીજા દિવસે પરીક્ષા આપવા પણ ગયો હતો. પરતું પોલીસે બે બાળકોને ઝડપી લીધા છે. તેમજ ચોરીના ગુનામાં મદદ કરનાર માતા પિતાની ધરપકડ કરી છે.

શું હતો સમગ્ર મામલો : 13 માર્ચના રોજ સવારે 1.30થી 2.30 વાગ્યાની વચ્ચે બે અજાણ્યા બદમાશો જ્વેલર્સની દુકાન, કડોદરા ચાર રસ્તા, જિલ્લા સુરતના સોના અને ચાંદીના શો રૂમમાં ઘૂસી ગયા હતા. બાજુની બિલ્ડીંગની છત પરના ઈમરજન્સી ગેટ પરથી શોરૂમ અને દુકાનમાંથી 4.57 લાખની જ્વેલરીની ચોરી થઈ હતી. ચોરીની ઘટના બની રહી હતી. તે સમયે શોરૂમના માલિકને ચોરીની જાણ થતાં એલાર્મ વાગી ગયો હતો. તે જ સમયે પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી.

અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કર્યા બાદ : ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની એલસીબી, એસઓજી, કડોદરા પોલીસ અને પેરોલ ફર્લો સ્કવોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. કડોદરા ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો તેમના વરલી ખાતેના ઘરે હાજર છે. તેથી, બાતમી પર પોલીસે વર્લીની સાંઈ દર્શન સોસાયટીમાં દરોડો પાડ્યો અને બે આરોપીઓને પકડી લીધા.

3.82 લાખની રિકવરી : પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંનેએ ચોરીની ઘટનાની કબૂલાત કરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ચોરીની ઘટનાને અંજામ આપનાર બંને ટાબરિયાઓ પર કાયદાનો વિરોધ કરવાનો આરોપ છે. ચોરી કર્યા બાદ તેના માતા પિતા ચોરીની તમામ મિલકત છુપાવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. 3.82 લાખ રૂપિયાનો માલસામન પુનઃપ્રાપ્ત કર્યો હતો.

2022માં કપડાંની દુકાનમાંથી ચોરી કરી હતી : પોલીસની પૂછતાછ દરમિયાન ચોંકાવનારી હકીકતો પ્રાપ્ત થઈ છે. ચોરી કરનાર સગીર બાળકોએ વર્ષ 2022માં વરેલી ખાતે આવેલી કપડાંની દુકાનમાંથી 4.50 લાખ રૂપિયાની ચોરી કરી હતી. અગાઉ ગુનો આચરી ચૂકેલા બંને ભાઈઓએ જ્વેલર્સની નવો શો રુમ ખૂલતાં જ મુલાકાત લીધી હતી છેલ્લા પંદર દિવસ દરમિયાન દુકાનની રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તે દાગીના માતા પિતાએ છુપાવી બંને બાળકોને ચોરી કરવા પ્રોત્સાહન પૂર પાડ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ વરેલી તરફ ભાગી છૂટ્યા હતા. તે દરમિયાન મોપેડ ત્યાં જ મૂકી ગયા હતા. બીજા દિવસે એક બાળ ગુનેગાર તેમજ તેના પિતા ગુનાવાળી જગ્યાએ મૂકી આવેલા મોપેડ લઈ આવ્યા હતો. ત્યારે ગુનાનો ભેદ ઉકેલવામાં CCTV ફૂટેજની ભૂમિકા મહત્વની રહી હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime: કણભામાં 17 લાખની ધાડ પાડનારી ભાંભોર ગેંગના 2 આરોપી ઝડપાયા, 6 હજી પણ વોન્ટેડ

ભાઈ બોર્ડની પરીક્ષા આપવા ગયા. બંને ભાઈઓ દાગીના વેચીને નવી સ્પોર્ટ્સ બાઇક ખરીદવા માંગતા હતા. આ બે બાળકોમાંથી એક આરોપીએ મંગળવારે ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર પણ આપ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બાળકનું ભવિષ્ય બગડે નહીં તે માટે પોલીસ દ્વારા આવતીકાલે તેની પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat Crime: કડોદરામાં જ્વેલર્સના શૉ રૂમમાંથી 5 લાખની ચોરી કરી 2 તસ્કર ફરાર

માતા પિતાની ધરપકડ : સુરત જિલ્લા LCBના પી.આઈ. બી.ડી.શાહે જણાવ્યું હતું કે, પોલીસની અલગ અલગ ટીમોએ CCTV ફૂટેજ અને બાતમીદારોને આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા હાથ લાગી હતી. ચોરી બે સગીર બાળકોએ કરી હતી. જેને તેના માતા પિતા પ્રોત્સાહન આપતા હોય હાલ માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે.

Last Updated : Mar 16, 2023, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.