ETV Bharat / state

Surat Fraud : 1200થી 1300 સીનીયર સિટીઝને જાત્રાએ લઈ જવાના બહાને છેતર્યા, પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં ધાર્મિક સ્થળોએ સિનિયર સિટીઝને વ્યાજબી ભાવે યાત્રા કરવવાનું કહીને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, પોલીસને જાણ થતાં છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

Surat Fraud : 1200થી 1300 સીનીયર સિટીઝને જાત્રાએ લઈ જવાના બહાને છેતર્યા, પોલીસે પકડી લીધો

author img

By

Published : Feb 20, 2023, 4:33 PM IST

સુરતમાં યાત્રાએ લઈ જવાનું કહી છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો

સુરત : શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સિનિયર સિટીઝને દેશના ધાર્મિક સ્થળોએ ઓછા પૈસામાં લઈ જવાનામાં આવશે. તેમ કહીને 1,23,000ની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ લોકો પાસેથી વ્યક્તિ દીઠ 3 હજાર લીધા હતા. એમ કુલ મળી રૂપિયા 1,23,000ની છેતરપિંડી કરી હતી.

માતા જોડે મળીને છેતરપિંડી
માતા જોડે મળીને છેતરપિંડી

શું હતો સમગ્ર મામલો : સુરતમાં થોડા સમય પહેલા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 500થી વધુ સિનિયર સીટીઝન સાથે ઓછા પૈસે તીર્થ સ્થાનો પર લઈ જવામાં આવશે તેવું કહીને આરોપી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે શહેરના સિનિયર સીટીઝનો દ્વારા સુરત પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી રહી આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસે આ મામલે 1200થી 1300 સીનીયર સીટીઝનો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી અજય ને આજરોજ ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.

1100થી 1200 લોકો સાથે છેતરપિંડી : આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું કે, સુરતમાં ઘણા બધા લોકોને હરિદ્વાર, મથુરા, ઋષિકેશ, વૃંદાવન, આગ્રાહ જેવા સ્થળોએ રૂપિયા 3000માં ફરાવવામાં આવશે તેવી લાલચ આપીને એક ક્રિમિનલ ગેંગ દ્વારા લગભગ 1100થી 1,200 લોકો જોડે પૈસા લઈ અને ત્યારબાદ તે પણ આ તીર્થયાત્રા પર લઇને ગયા નહી હતા. આવા ક્રિમિનલ વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધવામાં આવી છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ એક ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ એક ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો

કેવી રીતે છેતરપિંડી : વધુમાં જણાવ્યું કે, પોલીસને આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આમાં મુખ્ય સૂત્રધાર આરોપી અશોક લુણાદરિયા જેઓનું સાચું નામ અજય અશોક લુણાદરિયા છે. જેઓ ઓનલાઇન બિઝનેસ કરે છે. તેમજ કામરેજ ખાતે તેમનું રહેવાનું છે. આ આરોપીએ પોતાના સંબંધીઓ તેમજ માતા જોડે મળીને છેતરપિંડી કરી હતી. જોકે હાલ આરોપીની તબિયત ખરાબ હોવાને કારણે તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. તેની તબિયત સારી થઈ ગયા બાદ તેની અટકાયત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.