સુરત : છ રાજ્યમાં ફરી ધીમી ગતિએ વધી રહેલા કોરોના કેસ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ સીઝનલ ફલ્યુના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેને લઈને નવી સિવિલ અને સ્વીમેર હોસ્પિટલમાં આઇસોલેશન સેંટર ઉભું કરવામાં આવ્યું છે. આ બંને હોસ્પિટલોમાં કુલ 18 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
10 બેડ ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થાઓ કરવામાં આવી : રાજ્યમાં કોરોના કેસમાં ફરી ધીરેધીરે કેસો નોંધાઈ રહ્યા છે. તો બીજીબાજુ સીઝનલ ફલ્યુના કેસો વધતાં જોવા મળ્યાં છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્વીમેર હોસ્પિટલમાં પણ આજ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં સીઝનલ ફલ્યુના રોજના 150 થી 200 કેસો આવી રહ્યા છે. જેને લઈને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો H3N2 Surat: સુરતમાં H3N2 પર બાજ નજર રાખવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ
બે H3N2 ના રીપોર્ટ નેગેટિવ આવ્યાં : સીઝનલ રોગચાળો વકરવાની ભીતિ વચ્ચે આ મામલે બંને હોસ્પિટલો અને આજે આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસ પહેલા મીટીંગ કરવામાં આવી હતી. સુરતમાં અત્યાર સુધીમાં H3N2 ના બે કેસ નોંધાઈ ચૂક્યા હતા પરંતુ તેમના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જો ફરી પાછા H3N2 ના કેસ આવે તો તેવા દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં આઈસોલેશન સેંટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલના કોવીડ હોસ્પિટલમાં 10 બેડ ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને સ્વીમેર હોસ્પિટલમાં 8 બેડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
સીઝનલ ફલ્યુના દૈનિક 100 થી 200 કેસ : આવી રહ્યા છે આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું કે, હોસ્પિટલમાં વ્યવસ્થા નિરીક્ષણ માટે ગાંધીનગરથી પણ ઓફિસરો આવ્યા છે. તેમની જોડે સીઝનલ ફલ્યુના કેસોમાં વધારાના પગલે આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હાલ જે વાતાવરણમાં બદલાવ આવ્યો છે તેને કારણે શરદી, ખાંસી, તાવના કેસો વધી રહ્યા છે. જેના રોજના હોસ્પિટલમાં 150 થી 200 કેસો આવી રહ્યા છે અને આ કેસનેં લઈને અમે એક આઇસોલેશ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે 10 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેની સાથે ઓક્સિજન વેન્ટિલેટર પણ મુકવામાં આવ્યા છે. જો વધારે કેસ વધશે તો અમારી આખી ટીમ આની માટે તૈયાર છે.
આ પણ વાંચો Gujarat Corona Update : કોરોનાના કેસ 100ને પાર, 24 કલાકમાં 119 કેસ નોંધાયા, અમદાવાદમાં 63 કેસ
હોસ્પિટલમાં કોરોનાનો એક જ દર્દી દાખલ છે : તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના કેસોની વાત કરવામાં આવે તો સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક જ પેશન્ટ છે. જેને કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની તબિયત પણ સારી છે. જોકે વાતાવરણના બદલાવના કારણે અને કોરોના એક સાથે કેસ આવતા કામગીરીમાં વાતાવરણના બદલાવનેં કારણે આવી રહેલા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ વ્યવસ્થા તૈયાર કરવાના આયોજન સાથે અમારો તમામ સ્ટાફ તૈયાર છે.