ETV Bharat / state

Quantity of Ganja Seized in Surat : સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, મહિલા સહીત બે ને વોન્ટેડ જાહેર કર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 4:01 PM IST

સુરત ગ્રામ્ય SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે 8 કિલોગ્રામ જેટલો ગાંજો અને એક બાઈક મળી કુલ 1.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ મહિલા સહીત બે લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat

સુરત : ગ્રામ્ય SOG પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ઓલપાડ તાલુકાના સાયણગામની સીમમાં આવેલા ધર્મનંદન ટાઉનશીપમાં એક ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસે આરોપી રણજીત માણકુભાઈ વાળાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 80,250 રૂપિયાની કિમતનો ગાંજાનો જથ્થો, 10,000ની કિમતનો મોબાઈલ ફોન અને એક બાઈક મળી કુલ 1.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગાંજાના જથ્થા સાથે પકડાયા : પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી તથા તેની પત્ની ગીતા ઉર્ફે જેતુન અમરેલી જિલ્લાના રાજુલા ખાતે છુટકમાં ગાંજાનો વેપલો કરતા હતા. તેઓ બંન્ને અવાર નવાર સુરતના ઓલપાડ તાલુકાના ફૂડસદ ગામે આવેલા રેલ્વે પટરી પાસેથી ઓરિસ્સા વાસી રાજ પાસેથી ગાંજાનો જથ્થો લઇ જતા હતા. તેમજ તેઓ અમરેલીથી વહેલી સવારે સુરત આવી ગાંજાનો જથ્થો ખરીદી રાતે વાહન મળે ત્યાં સુધી રોકાવા માટે સાયણ ગામે ધર્મનંદન ટાઉનશીપમાં મકાન ભાડે રાખ્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીની પત્ની ગીતા ઉર્ફે જેતુન અને રાજ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોઈપણ નશીલા પદાર્થોનું વેચાણ સુરત જિલ્લામાં ન થાય તે માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન અમારી ટીમને આ બાબતે બાતમી મળતા જ અમારી ટીમે રેડ કરી હતી અને ગાંજો ઝડપી લીધો હતો. હાલ આગળની તજવીજ શરૂ છે. - બી.જી. ઈશરાણી, SOG પોલીસ પી.આઇ

અગાઉ પણ પોલિસે ચોરને પકડિ પાડ્યા હતા : બે દિવસ અગાઉ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે કામરેજ પોલીસ મથકના PSI વી.આર. ઠુમ્મર દ્વારા ટીમ બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કામરેજ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આજથી બે દિવસ પહેલા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એકટીવાની ચોરી કરનાર ઇસમ સમીર અમીન હુસેન કામરેજના આંબોલી ગામ પાસે આવેલ માંન સરોવર રેસીડેન્સીના ગેટ નજીક ઊભો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ આરોપીને દબોચી લીધો હતો. હાલ કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

  1. Patan Crime : સાંતલપુરના પર ગામમાં જૂની અદાવતમાં ખૂની ખેલ, તંગદિલીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો
  2. Woman Bootlegger: નવસારીમાં BMW કારમાં દારૂની હેરાફેરી કરતી મહિલા બુટલેગર ઝડપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.