સુરત : હોળીના પર્વ પર લાખોની સંખ્યામાં સુરતમાં રહેતા પરપ્રાંતીય લોકો પોતાના વતન જતા હોય છે. પરંતુ ટ્રેનોની અછત અને યોગ્ય સુવિધા ન હોવાના કારણે યાત્રીઓને હાલાકી ભોગવી પડતી હોય છે. ટિકિટ નહીં મળવાના કારણે યાત્રીઓ 16 થી 24 કલાક પહેલાથી જ રેલવે સ્ટેશન પર આવીને પ્લેટફોર્મ પર લાઈનમાં ઊભા રહી જતા હોય છે અને આ ગરમીમાં તેમની સ્થિતિ કફોડી થઈ જાય છે.
યુપી બિહાર જવા માટે માત્ર એક જ ટ્રેન સુરત શહેરમાં મૂળ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના લાખો લોકો વસવાટ કરે છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં મજૂરી કામ કરે છે. ખાસ કરીને હોળીના પર્વ પર લાખોની સંખ્યામાં લોકો પોતાના વતન પણ જતા હોય છે. પરંતુ આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી થતી હોય છે. તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થઈ જતા હોય છે અને જનરલ કોચમાં બેસવા માટે પણ તેઓએ 16 થી 24 કલાક પહેલા પ્લેટફોર્મ પર આવીને લાઈન લગાવીને બેસવું પડી રહ્યું છે. હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણોસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાના કારણે હાલાકી થતી હોય છે. યુપી બિહાર જવા માટે માત્ર એક જ ટ્રેન છે જે રેગ્યુલર છે. હાલમાં આ હોળી પર્વને ધ્યાનમાં રાખી રાજસ્થાની ટ્રેનમાં 7 કોચ લગાવવાનો રેલવે તંત્રએ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો Surat Railway Station : પરપ્રાંતિયો માટે નવી ટ્રેનોની માંગણી, જો નહીં મળે ટ્રેન તો ધરણાં પ્રદર્શન
માત્ર પાંચ મિનિટ માટે ટીકીટ બારી ખુલે છે યાત્રી રેનુસિંહે જણાવ્યું હતું કે તેઓ ઉમરગામના રહેવાસી છે અને બલિયા જિલ્લા જવા માટે તેઓ કલાકોથી પ્લેટફોર્મ પર આવ્યા છે. એક દિવસ પહેલાથી જ રેલવે સ્ટેશન આવી ગયા હતા. ટિકિટ મળી રહી નથી. રાત્રે 12:00 વાગ્યાથી રેલવે પ્લેટફોર્મ પર બેસ્યા છે. ટ્રેન અત્યાર સુધી આવી નથી અને બહુ હેરાનગતિ થાય છે. ટિકિટ મળતી નથી. માત્ર પાંચ મિનિટ માટે ટીકીટ બારી ખુલે છે. એમાં ટીકીટ મળી ગઈ તો સારું અથવા તો મળતી પણ નથી. તંત્રને અમે કહેવા માંગીએ છે કે અહીં અમને સુવિધા મળે.
કુલીઓ પણ અમને હેરાન કરે છે અન્ય યાત્રી રાજેશ કુમારે જણાવ્યું હતું કે રાત્રે 01:00 વાગ્યાથી પ્લેટફોર્મ પર આવી ગયો છું. માત્ર ટિકટ જ નહીં પરંતુ ટ્રેનની પણ અછત છે. પ્લેટફોર્મ પર આવીએ છીએ ત્યારે કુલીઓ પણ અમને હેરાન કરે છે. પોલીસવાળા કહે છે કે લાઈનમાં લાગી જાઓ નહિતર દંડાવાળી થશે.
આ પણ વાંચો સુરત રેલવે સ્ટેશન પર હજારો યાત્રીઓ અટવાયા
ટિકિટ કઢાવી હતી તે પણ કેન્સલ થઈ ગઈ યાત્રી અજય કુમાર યાદવે જણાવ્યું હતું કે, ગામ જવાનું છે પરંતુ વેટિંગ ટિકિટ મળી રહી નથી. જે ટિકિટ કઢાવી હતી તે પણ કેન્સલ થઈ ગઈ છે. ઘરે કામ છે આ માટે જવું પડી રહ્યું છે. તત્કાલમાં પણ ટિકિટ મળી રહી નથી.
ટિકિટ મળી રહી નથી યાત્રી દિનેશ પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હું મજૂરીનું કામ કરું છું. હવે સુરતથી બનારસ અને ત્યાર પછી બિહાર જઈશ. ટિકિટ મળી રહી નથી અને માતાનું અવસાન થયું છે. હવે જે પણ દંડ લાગશે તે બમણો આપીને જવું પડશે. મજબૂરી છે તો જવું જ પડશે.
રિઝર્વેશન કરાવી શક્યો નથી યાત્રી માણેકચંદ યાદવે જણાવ્યું હતું કે, હું પ્રયાગરાજ જઈ રહ્યો છું . સમયથી આવ્યો તો જનરલની ટિકિટ મળી ગઈ છે. ટ્રેન માટે આપ જોઈ શકો છો કે હંમેશાથી તકલીફ હોય જ છે. રિઝર્વેશન કરાવી શક્યો નથી. જનરલમાં જ હું જઈશ. ટ્રેન માટે હું લાઈનમાં 5 વાગ્યાથી લાગ્યો છું.