સુરતઃ શહેર પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સાયકલ પર પેટ્રોલિંગ શરૂ (Surat Police Cycle Patrolling) કરાયું છે. જેમાં હવે સુરત પોલીસ સાથે સ્થાનિકો પણ જોડાઈ રહ્યા છે. સુરતના એરિયા કે જ્યાં ક્રાઈમ થતું હતું( Surat Crime Support Area)ત્યાં પણ પોલીસ દ્વારા સ્થાનિકો સાથે સાયકલિંગ કરવામાં આવ્યું હતું. આ અનોખી (Surat police patrolling)પહેલમાં સુરત પોલીસ કમિશનર સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.
આ પણ વાંચોઃ સુરત પોલીસે હીરાબજાર અને આંગડિયા પેઢીના વિસ્તારોમાં વધાર્યું ફૂટ પેટ્રોલિંગ
પોલીસે સાયકલ પર પેટ્રોલિંગ શરુ કર્યું - પોલીસ દ્વારા એક નવી પહેલ (Surat City Police)શરુ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા હવે સાયકલ પર પેટ્રોલિંગ શરુ કર્યું છે. જેમાં નાગરિકો સાથે સાયકલીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરના ક્રાઈમ સપોર્ટ એરિયામાં સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકો જોડાયા હતા. આ સાયક્લોથોનમાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. લોકોમાં ભય દૂર થાય તે માટે અનોખો પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
પોલીસ સાથે લોકો જોડાયા - સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતમાં સાયકલ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું. પરંતુ હવે શહેરના નાગરિકોને પણ જોડવામાં આવ્યા છે. સુરતના એવા વિસ્તાર કે જ્યાં ક્રાઈમ થતું હતું ત્યાં પણ સાયકલિંગ કરવામાં આવ્યું છે. સુરત પોલીસ સાથે લોકો પણ જોડાઈ રહ્યા છે.