ETV Bharat / state

Surat Online Fraud : આવા મેસેજથી ચેતજો ! વિદ્યાર્થીનીએ 750નું રોકાણ કરી નફો મેળવવા જતાં અઢી લાખ ગુમાવ્યા - ઓનલાઈન છેતરપિંડી અને ઠગાઈના કિસ્સા

રાજ્યભરમાં ઓનલાઈન છેતરપિંડી અને ઠગાઈના કિસ્સા વધ્યા છે. ત્યારે સુરતની એક 20 વર્ષીય વિદ્યાર્થીનીએ 750નું રોકાણ કરી 23500 નફો મેળવવા જતાં અઢી લાખ ગુમાવ્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતી ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટની લોભામણી સ્કીમમાં છેતરપિંડીનો ભોગ બની હતી. આ મામલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Surat Online Fraud
Surat Online Fraud
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 8:37 AM IST

750નું રોકાણ કરી નફો મેળવવા જતાં અઢી લાખ ગુમાવ્યા

સુરત : યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરતી યુવતી ઇન્સ્ટાગ્રામ આઈડી પર રિલ્સ જોતી હતી. ત્યારે તેના પર 750 રૂપિયાના રોકાણ પર 23500નો નફો મેળવવાની લોભામણી સ્કીમનો મેસેજ આવ્યો હતો. ઓછા રૂપિયાના રોકાણમાં વધુ રૂપિયા મેળવવાની લાલચમાં આવી જઈ મેસેજનો રિપ્લાય આપતા યુવતી પાસે ટુકડે ટુકડે 2.51 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ છેતરપિંડીની ઘટના ઓલપાડ પોલીસના ચોપડે નોંધાઈ હતી.

રોકાણ પર નફાની લાલચ : આ મામલે મળતી વિગત અનુસાર 20 વર્ષીય યુવતી ધ્રુવી પટેલ ઓલપાડ તાલુકાના કાછોલ ગામમાં નવા ફળિયા ખાતે રહે છે. હાલ V.N.S.G.U યુનિવર્સિટી ખાતે એમ.એસ.સી સેમેસ્ટર-1 માં અભ્યાસ કરે છે. 23 મે 2023ના રોજ યુવતી તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર રિલ્સ જોતી હતી. તે સમયે તેના પર માત્ર 750 ના રોકાણ પર 23500 રૂપિયા નફો મેળવવાનો મેસેજ આવ્યો હતો. ઓછી રકમમાં મોટો નફો લેવાના મેસેજથી લલચાઈને ધ્રુવીએ મેસેજનો રિપ્લાય આપી રૂપિયા રોકવાની તૈયારી બતાવી હતી.

આ બાબતે ફરિયાદ મળી છે. જે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. -- વી.કે પટેલ (PI, ઓલપાડ પોલીસ મથક)

2 લાખથી વધુની છેતરપિંડી : આ સ્કીમનો મેસેજ કરનાર વિશાલ ઓબેરોયએ એક ક્યુ.આર કોડ મોકલી તેમાં રૂપિયા 1500 ટ્રાન્સફર કરી 49,750 નફો લેવાની લાલચ આપી હતી. ધ્રુવીએ નફાની લાલચમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રૂપિયા ટ્રાન્સફર કરવાના થોડીવાર સુધી નફો ન આવતા ફરી સંપર્ક કરતા યુવકે વધુ રકમ ટ્રાન્સફર કરવા સાથે વધુ નફાની લાલચ બતાવી હતી. આમ ટુકડે ટુકડે કરીને 2,51,099 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ સ્કીમ મુજબના નફાની રકમ ન મળતા યુવતીને ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. યુવતીએ હાલ ઓલપાડ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

  1. Surat Online Fraud case: બેન્કનું એકાઉન્ટ બંધ થઈ જશે તેવી સૂચના આપી વેપારી સાથે કરાયું ઓનલાઈન ફ્રોડ, 3.96 લાખ એકાઉન્ટમાંથી ગાયબ
  2. Fraud with bank manager: MBBS એડમિશનના નામે 30.70 લાખની છેતરપિંડી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.