સુરત : માનવ અને પ્રાણીઓ વચ્ચે જુદા પ્રકારનો નાતો જોવા મળતો હોય છે. એકતરફ લાખોરુપિયાના શ્વાન ઘરમાં પ્રેમની ઉછેરાતાં જોવા મળે છે ત્યાં બીજીતરફ શ્વાનના હુમલાના ભોગ બનતાં નાગરિકોની હેરાનગતિ પણ દેખાતી હોય છે. સુરતના વેસુમાં માદા શ્વાનનું મોત થયેલું હતું ગએવા ગલૂડિયાને બિસ્કિટ ખવડાવતી મહિલા અને તેના પુત્રને કેટલાક લોકોએ ધક્કે ચડાવી હતી એટલું જ નહીં ગલૂડિયાંને પણ ફટકાર્યું હતું.
શ્વાન કરડવાના બનાવોનો પ્રતિરોષ : સુરત શહેરમાં સતત શ્વાનના કરડવાના બનાવો સામે આવી રહ્યા છે તો શહેરના વેસુ વિસ્તારમાં કેટલાક લોકોએ શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને ધક્કે ચઢાવાયા છે. તે સાથે જ શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકાર્યો છે. શ્વાનના બચ્ચાઓની માતા મૃત્યુ પામી હોવાથી બચ્ચાઓની સંભાળ રાખવા જીવદયા પ્રેમી માતાપુત્ર તેને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા. ત્યાંજ કેટલાક સ્થાનિકો આ જોઈને રોષે ભરાયા હતા.કારણકે શહેરમાં શ્વાનના કરડવાના વધી રહેલા બનાવો ખૂબ બની રહ્યાં છે. ત્યારે આ બાબતે સ્થાનિકો અને માતા પુત્રને સ્થાનિકો ધક્કે ચડાવ્યા હતા અને શ્વાનના બચ્ચાને ફટકાર્યું હતું. આ વિડીયો વાઇરલ થયો છે.
આ પણ વાંચો Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો
પહેલાં બોલાચાલી થઇ : માહિતી અનુસાર શહેરમાં છેલ્લા બે એક મહિનાઓથી સતત શ્વાનના કરડવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના વેસુ વિસ્તારમાં કેટલાક લોકોએ શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને ધક્કે ચઢાવી દીધાં હતાં. જેમાં શ્ટવાન કરડવાથી થતી હેરાનગતિના બનાવોને લઇને સ્થાનિકોમાં રોષ વ્યાપેલો છે તે બહાર આવી ગયો હતો. જેથી પહેલાં સ્થાનિકોની માતા પુત્ર જોડે બોલાચાલી થઇ હતી.
અપશબ્દો બોલવામાં આવ્યાં : વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સ્થાનિકો અને જીવદયા પ્રેમી માતાપુત્ર જોડે શ્વાનના બચ્ચાઓની સંભાળ રાખવા જીવદયા પ્રેમી માતાપુત્ર તેમને જમાડી રહ્યા હતા તે બાબતે બોલાચાલી થઇ રહી છે. અન્ય એક વ્યક્તિ હાથમાં ડંડો લઈને પણ જોવા મળી રહ્યો છે અને માતાપુત્રને અપશબ્દો પણ બોલવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકારવામાં આવે છે.
આ પણ વાંચો શ્વાનને લઈને હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને કરી ટકોર, શ્વાન કરડે જીવ જોખમાય તો જવાબદારી કોની?
લોકોમાં શ્વાન પ્રત્યે ઘૃણા : સુરતમાં શ્વાન સામે ખૂબ જ રોષ ભભૂકી રહ્યો છે તેનું કારણ એ છે કે 40 દિવસમાં ત્રણના ભોગ શ્વાને લીધા છે. ત્યારે ત્રણ પૈકી બે બાળકો જીવ પણ ગુમાવી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છેકે હજુ પણ સુરતમાં શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે નાના બાળકોથી મોટા ઉંમરના લોકોને શ્વાનો બચકા ભરી રહ્યા છે. પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે. 10 દિવસ પહેલા જ કતારગામના વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિને બે વખત શ્વાને બચકા ભરતા તે વ્યક્તિ બીમાર થઈ ગયો હતો અને તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આવા જ ડરના કારણે જીવદયા પ્રેમી માતાપુત્ર અને સ્થાનિકો વચ્ચે મામલો બીચક્યો હોય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.