ETV Bharat / state

Surat News : શ્રમજીવીએ તાપી નદીમાં મોતની છલાંગ મારી, માછીમારોએ યુવકને બચાવ્યાં બાદ સામે આવી તેની કઠણાઇ

પરિવારનું ગુજરાન ચલાવવા કામ ન મળવાના કારણે હતાશ થયેલા શ્રમજીવીએ તાપી નદીમાં મોતની છલાંગ મારી દીધી હતી. મૂળ રાજસ્થાનનો શ્રમજીવી યુવક ભટારમાં મજૂરી કરતો હતો.

Surat News : શ્રમજીવીએ તાપી નદીમાં મોતની છલાંગ મારી, માછીમારોએ યુવકને બચાવ્યાં બાદ સામે આવી તેની કઠણાઇ
Surat News : શ્રમજીવીએ તાપી નદીમાં મોતની છલાંગ મારી, માછીમારોએ યુવકને બચાવ્યાં બાદ સામે આવી તેની કઠણાઇ
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 2:22 PM IST

કામ ન મળવાના કારણે હતાશ

સુરત : સુરત ભટાર ખાતે મજૂરી કામ કરતા 30 વર્ષીય શ્રમજીવી મજૂરે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. જોકે આ સમયે નદીમાં માછીમારી કરી રહેલા સ્થાનિકોએ શ્રમજીવી યુવક ડૂબી જઇને મોતને શરણ થાય એ પહેલાં બચાવી લીધો હતો. જે બાદ વિગતો મેળવવામાં આવતાં યુવકની મોટી સમસ્યા સામે આવી હતી.

મજૂરી કામ ન મળતા હતાશ : મૂળ રાજસ્થાનનો આ શ્રમજીવી યુવક આંબોલી ખાતે પોતાનાં મિત્રને ત્યાં આવ્યા બાદ મજૂરી કામ ન મળતા હતાશ થઇ ગયો હતો. જેથી ખોલવડ તાપી નદીનાં બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાનું બહાર આવ્યું હતું. નદીમાં નીચે માછીમારી કરતા લોકોએ પાણીમાં કૂદેલા ઉપરોક્ત યુવકને ડૂબતા પહેલા બચાવી તો લીધો પણ ઘટનાને લઇને સ્થાનિકોમાં ચકચાર મચી ગઇ હતી.

રાહદારીઓએ પોલીસને જાણ કરી : પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા કામરેજ પોલીસની હદમાં કામરેજ તાલુકાના ખોલવડ ગામ પાસે પસાર થતી તાપી નદીનાં બ્રિજ ઉપર આજે એક અજાણ્યા ઇસમે શરૂઆતમાં બે ત્રણ વાર કૂદવાની કોશિશ કરી હતી અને અંતે તેઓ તાપી નદીનાં બ્રીજ ઉપરથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જોકે તાપી નદીના બ્રિજ ઉપર રાહદારીઓએ જોતાં જેમણે કામરેજ ફાયરબ્રિગેડ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

આ બાબતે અમને કન્ટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો. એક યુવક આપઘાતનો પ્રયાસ કરે છે. જેને લઇને અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.અને યુવકનો કબજો લીધો હતો.તે ઓને કામરેજ પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરવામા આવી હતી. હાલ આ યુવકના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે...મનોજભાઈ (એએસઆઈ, કામરેજ પોલીસ મથક)

માછીમારોએ બચાવી લીધો : જોકે બ્રિજ ઉપરથી કૂદેલો અજાણ્યો ઇસમ નદીના પાણીમાં ડૂબે એ પહેલાં જ નીચે નાવડીમાં માછીમારી કરી રહેલા લોકોનું ધ્યાન ગયું હતું અને ઉપરોક્ત મરવાના ઇરાદે કૂદેલા યુવક પાસે દોડી ગયા હતા અને આ બચાવી લીધો હતો. જોકે ઘટના સ્થળે પહોંચેલી કામરેજ ફાયરબ્રિગેડની ટીમે ઉપરોક્ત યુવકનો કબ્જો લઇ લીધો અને કામરેજ પોલીસને સોંપ્યો હતો.

આર્થિક સંકડામણનાં પગલે હતાશ કામરેજ પોલીસે પૂછપરછ દરમ્યાન ઉપરોક્ત યુવક મૂળ રાજસ્થાનનાં બાંસવાડા જિલ્લાનાં ટીમેટા ગામનો વેસ્તા નાથુભાઇ રાણા ( ઉ.વ.30 ) છેલ્લા ત્રણ મહિનાથી સુરત શહેરના ભટાર ખાતે મજૂરી કામ કરી રહ્યો હતો. જોકે આજે કામરેજ તાલુકાનાં આંબોલી ખાતે પોતાનાં મિત્રને ત્યાં મળવા આવ્યા બાદ કેટલાક દિવસોથી મજૂરી કામ નહીં મળતું હોય આર્થિક સંકડામણનાં પગલે હતાશ થઈ ગયો હતો અને ખોલવડ તાપી નદીનાં બ્રિજ ઉપરથી ઝંપલાવી આત્મહત્યા કરવાનાં ઇરાદે કૂદયો હતો. જોકે કામરેજ પોલીસે તાપી નદીમાં કૂદનાર યુવકનું કાઉન્સિલિંગ કરી રાજસ્થાન ખાતે રહેતા પરિવારને કામરેજ પોલીસે જાણ કરી હતી.

  1. Surat News : ધાતવા ગામની સીમમાં નદીમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો
  2. Surat Suicide News : આશાસ્પદ વિદ્યાર્થીએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી, પરિવારને કર્યો છેલ્લો મેસેજ
  3. Youth tried to commit suicide In Surat : કામધંધાની ફીકરમાં યુવક તાપીમાં કૂદી પડ્યો, રેસ્ક્યૂ કેવી રીતે થયું એ જાણવા જેવું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.