સુરત : તમારી ઉંમર 20 ની ઉપર હોય અને તમને જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખૂબ જ ગમતું હોય અને તેના વગર ચાલતું નથી તો સાવધાન થઈ જજો. કારણ કે તમારી આ પસંદ હાર્ટ અટેકને આમંત્રણ આપી શકે છે. બીજી બાજુ તમે જીમ જાઓ છો અને અચાનક જ શરીરને આટલું દબાણ આપી દો છો કે તે સહન કરી શકતું નથી તો પણ હાર્ટ અટેક જેવી જીવલેણ સમસ્યાને તમે આમંત્રણ આપી રહ્યા છો. હૃદય રોગના નિષ્ણાતો માની રહ્યા છે કે શરીરને પર કોઈ પણ દબાણ આપવા પહેલા તમે ભલે નાની ઉંમરના હોય તો પણ હૃદય સંબંધી તપાસ કરાવી લેજો.
દર મહિને ચારથી પાંચ યુવાઓ હૃદયરોગના શિકાર : છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં યુવાઓ હાર્ટ અટેકના શિકાર બની રહ્યા છે. આ સમસ્યા માત્ર ગુજરાતના યુવાઓ નહીં પરંતુ ભારત ભરના યુવાઓની છે. સુરતની વાત કરવામાં આવે તો દર મહિને ચારથી પાંચ યુવાઓ હૃદયરોગના શિકાર બની રહ્યા છે. આની પાછળ કારણ શું છે અને કયા પરિબળોથી આવા રોગથી બચી શકાય તે અંગે ગુજરાતના હૃદય રોગના જાણીતા તબીબોમાંથી એક ડોક્ટર અતુલ અભયંકરએ જણાવ્યું હતું કે, અગાઉ અમે કહેતા હતા. ટ્રેડિશનલ રિસ્ક ફેક્ટર એટલે કે જે લોકોમાં વર્ષોથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર હોય અથવા તો સ્મોકિંગ કરતા હોય તે લોકોમાં હાર્ટ એટેકની સંભાવના જોવા મળતી હતી.
આ પણ વાંચો Heart Specialist: હવે સમય આવી ગયો છે લોકોએ CPR આપતા શીખી લેવું જોઈએ, હાર્ટ સ્પેશિયાલિસ્ટની સલાહ
હાર્ટ અટેક 20 થી 25 વર્ષના યુવાનોમાં : તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલના દિવસોમાં હાર્ટ અટેક 20 થી 25 વર્ષના યુવાનોમાં જોવા મળી રહ્યું છે. આવા લોકોમાં અગાઉથી બ્લડપ્રેશર કે ડાયાબિટીસ રોગ હોતું નથી. હાલ જે ટ્રેડીશનલ રિસ્ક ફેક્ટર છે તે બદલાઈ ગયું છે. જેની પાછળનું કારણ છે કે જેના પરિવારમાં કોઈ સભ્યને હાર્ટ એટેક આવ્યો હોય તેવા લોકોને હાર્ટ અટેકનું રિસ્ક હોય છે. તનાવની સાથોસાથ જે લોકો ધૂમ્રપાન, ગુટકાનું સેવન કરનાર લોકોમાં હાર્ટ અટેક ની સંભાવના વધી જતી હોય છે. હાલના દિવસોમાં જે સ્ટ્રેસ છે કારણ કે કેટલાક લોકોને ટાર્ગેટ એચિવ કરવું હોય છે. કામ છે તે સમયથી પૂર્ણ કરવું હોય છે. દોડધામ છે. સાથે બેડ લાઈફ સ્ટાઈલ એટલે અન હાઈજીન અને ફાસ્ટ ફૂડ ખાવું એ બધું પણ હાર્ટ અટેક માટે જવાબદાર છે. જમવામાં મીઠું વધારે ન હોવું જોઈએ. આ બધી બાબતો યુવાવસ્થામાં હાર્ટ અટેકને આમંત્રણ આપે છે.
હાલના કેસોમાં કોરોના અને વેક્સિનથી કોઈ સંબંધ નથી : ડોક્ટર અતુલ અભયંકરે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે એક પ્રકારે હાર્ટ પર કંઈકને કંઈક પ્રકારે અસર થાય છે. એક્ટિવલી જ્યારે લોકોને કોરોના થયો હતો ત્યારે બ્લડ કલોટ બનવાની સંભાવના તે વખતે વધારે થતી હતી. ત્યારે વગર બ્લોકના પણ કલોટ કારણે હાર્ટ અટેકની સંભાવના વધી જતી હતી. હાલ આ સંભાવનાઓ નથી. પરંતુ અમને જે જાણકારી છે તેનાથી અમે કહી શકીએ કે જે લોકોને અગાઉ કોરોના થયો હોય અને તેમને હાલના દિવસોમાં હાર્ટ એટેક આવે તેવા કેસ નથી. કોરોનાના વેક્સિનના કારણે પણ હાર્ટ એટેકની ઘટના વધી છે એ પણ વાત ખોટી છે. આનો પણ કોઈ સાયન્ટિફિક પુરાવો નથી.
પેટર્નમાં બદલાવ આવ્યો છે : સાથે તેઓએ કહ્યું હતું કે, જો હોસ્પિટલના આંકડાઓ જોવા જઈએ તો યુવાવસ્થામાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી ગયા છે. અગાઉ કહેવામાં આવતું હતું કે વેસ્ટર્ન કન્ટ્રીમાં હાર્ટ એટેક આવવાની જે ઉંમર છે તેનાથી 10 વર્ષ ઓછી ઉંમર ભારતમાં હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પેટર્ન બદલાયું છે. હવે આ મર્યાદામાં 15 થી 20 વર્ષનો ગેપ જોવા મળે છે. એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં જો 55થી 60 ઉંમરના વ્યક્તિમાં હાર્ટ એટેક આવે તો ભારતમાં પ્રથમ હાર્ટ એટેક આવવાની એવરેજ ઉંમર 40 વર્ષથી નીચે આવી જાય છે. અગાઉ કહેવામાં આવતું હતું કે યુવા મહિલાઓમાં હાર્ટ એટેક નહીવત જોવા મળે છે પરંતુ હવે યુવા મહિલાઓમાં હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યા છે. લાઈફ સ્ટાઇલમાં જે બદલાવ આવ્યો છે તેનાથી કોઈ બચ્યું નથી. યુવા મહિલાઓને પણ એટેક આવી રહ્યું છે.
આ પણ વાંચો Professor Death: બોસમિયા કૉલેજના પ્રોફેસરનું લાઈબ્રેરીમાં મોત, આવ્યો હાર્ટ એટેક
શરીરને સ્ટ્રેસ ઓછું આપો : સાથે તેઓએ કહ્યું હતું કે, હવે જોવા મળે છે કે યુવાવસ્થામાં જીમમાં વર્કઆઉટ કરતી વેળાએ પણ હાર્ટ એટેક આવી જાય છે આવી પરિસ્થિતિમાં અને સંપૂર્ણ રીતે પ્રિવેન્ટ કરવું એ ખૂબ જ મુશ્કેલ છે. તેથી આપણે લાઈફ સ્ટાઈલ સુધારી શકીએ છીએ. અચાનક જ વર્કઆઉટ કરવાથી બચવું જોઈએ, એટલે કોઈને કસરતની આદત ના હોય તો તેઓ અચાનકથી કસરતની કોઈ એક્ટિવિટી કરવી ન જોઈએ. જોવા મળે છે કે નવરાત્રીમાં કોઈને કસરતની આદત નથી અને તેઓ ગરબા કરવા લાગતા હોય છે અને ફિઝિકલ રીતે સ્ટ્રેસ વધારે લેતા હોય છે. આવી પરિસ્થિતિમાં અટેક આવવાની સંભાવના વધી જાય છે. અચાનક જ કોઈ પણ પ્રકારનો શારીરિક દબાણ ન હોવું જોઈએ. કોઈપણ કસરત કરવું હોય તો તેની ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ.
હાર્ટ એટેક માટે ઉંમર કોઈ પ્રોટેક્શન નથી : એક્સરસાઇઝ વધારે લેવલ પર કરવી હોય તો તે પહેલા હાર્ટનું ચેકઅપ કરાવો જો એક્સરસાઇઝ વધારે લેવલ પર કરવી હોય તો તે પહેલા હાર્ટનું ચેકઅપ કરાવી લેવું જોઈએ. સૌથી અગત્યની વાત જ્યારે પણ કોઈ લક્ષણ જોવા મળે તો ઉંમર ઓછી છે અને મને કશું થશે નહીં આ વિચારવું ન જોઈએ. જે પણ તપાસ કરવી હોય તે તરત જ કરાવી લેવી જોઈએ. સમયસર તપાસ ન હોવાના કારણે મૃત્યુની સંભાવનાઓ હાર્ટ એટેકથી વધી જાય છે. હાર્ટ એટેક હોવા પાછળ ઉંમર કોઈપણ પ્રોટેક્શન નથી.