સુરત : મેયરનો મોંઘોદાટ બંગલાનો વીજળી બિલ વિવાદમાં આવતા હવે સુરત મહાનગરપાલિકા મેયર બંગલા સહિત પાલિકાની તમામ મિલકત પર સોલાર પ્લાન્ટ લગાવવા જઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની તમામ સરકારી કચેરી પર હવે સોલાર પેનલ જોવા મળશે. રૂફટોપ સોલાર પેનલના કારણે બે મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે. જેના કારણે પાલિકા કરોડો રૂપિયાની બચત કરી શકશે.
શું છે સમગ્ર માહોલ : સુરત મહાનગરપાલિકા બે મેગા વોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પેનલ ફીટ કરવા જઈ રહી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાની તમામ મિલકત પર સોલાર પેનલથી વીજળી મેળવાશે. રીન્યુએબલ એનર્જી માટે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરનાર મહાનગરપાલિકાની મિલકત અત્યાર સુધી સોલાર પ્લાન્ટ રહિત હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મેયર બંગલાના બીજ બીલના કારણે જે રીતે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. તેના કારણે હવે સુરત મહાનગરપાલિકા માત્ર મેયર બંગલો જ નહીં, પરંતુ પાલિકાની તમામ મિલકત પર સોલાર પ્લાન્ટ લગાવશે. જેના કારણે કરોડો રૂપિયાની બચત પણ થશે.
આ પણ વાંચો : Solar Panel: સાબરકાંઠાનું એવું ગામ જ્યાં 70 ટકાથી વધુ લોકો સૌર ઊર્જા પર નિર્ભર રહે છે, રાજ્યનો નવીનતમ પ્રયાસ
તમામ સરકારી મિલકત આવરી લેવામાં આવી : મેયર હેમાલી બોઘાવાળાએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા હર હંમેશ કંઈકને કંઈક નવું પ્રજાને આપવા માટે સક્ષમ હોય છે, ત્યારે સુરતની તમામ મહાનગરપાલિકાની મિલકત છે તેની ઉપર સોલાર પ્લાન્ટ લગાડવા માટે આયોજન છે. જેના કારણે વીજળીની બચત થશે. આ પ્રયોગ સમગ્ર દેશમાં કંઈક અલગ હશે. વાત કરવામાં આવે તો વર્ષ, 2022-23માં મહત્તમ 2 હજાર કિલો વોટ પીક ક્ષમતાનો રૂફટોપ રીફ કનેક્ટિકટ સોલાર પ્લાન્ટ આપણે લગાડવા જઈ રહ્યા છે. અને આ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા તમામ ઝોન ઓફિસ, જળ વિતરણ મથક, હેલ્થ સેન્ટર, વહીવટી ભવનો સહિત સુરત કોર્પોરેશન અંતર્ગત આવનાર તમામ સરકારી મિલકત આવરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : દેશના પ્રથમ 'બાયો વિલેજ સોલર હેમલેટ'નું ત્રિપુરામાં ઉદ્ઘાટન કરાયું
1.60 કરોડની વાર્ષિક વીજ બચત : સાથે તેઓએ જણાવ્યું હતું કે, તમામ સરકારી મિલકત પર સોલાર પ્લાન્ટ લગાવવાથી અંદાજિત 2.54 વીજ યુનીટનું ઉત્પાદન કરીશું અને એમાંથી 1.60 કરોડની વાર્ષિક વીજ બચત કરી શકીશું. આમ તો સુરત શહેર બ્રિજ સિટી, ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ સુરત શહેર હવે સોલાર સીટી તરીકે ઓળખ સ્થાપિત કરશે એ દિશામાં સુરત પાલિકા કામ કરી રહી છે. સોલાર પ્લાન્ટના ખર્ચ કરતા વિશેષ કેટલી વીજ ઉત્પાદન થઈ શકે એ મહત્વનું છે.