તારીખ 3 ડિસેમ્બર 2018,ના રોજ સંસ્થા દ્વારા ગુજરાતના સુરત શહેરમાં માત્ર 24 કલાકમા 16404 કિલો શિક્ષા સામગ્રી ગરીબ બાળકોમાં વિતરણ કરી ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા સ્થાન મેળવ્યું છે. આ અભિયાન દ્વારા ભારતના દરેક રાજ્યો ઉપરાંત વિદેશમાં મોરિશિયસ, સાઉથ આફ્રિકા, કેન્યા, નેપાળ, મેક્સિકોમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધુ બાળકોમા શિક્ષણ સામગ્રી વિતરણ કરવામાં આવી છે.
સંસ્થા સાથે જોડાયેલા જયેશ ભટ્ટે જણાવ્યું કે, આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરતમંદ બાળકોને શિક્ષા તરફ પ્રોત્સહિત કરવાનો છે. આ ઉપરાંત દિલ્લીના છતરપુર, રાજપુર મેદાન, ફતેપુર, ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદ, ગુજરાતમાં સુરત, બારડોલી અને રાજકોટ તથા મહારાષ્ટ્રમાં નાગપુરમાં 'School On Wheels' (ચાલતી ફરતી શાળા)ના માધ્યમથી પણ સંસ્થાના સદસ્યો દ્વારા ગરીબ અને જરૂરતમંદ બાળકોને શિક્ષા પ્રદાન કરવામાં આવે છે.
માનવ ઉત્થાન સેવા સમિતિ એક સામાજિક અને આધ્યાતમિક પંજીકૃત સંસ્થા છે. જે સમય સમય પર સમાજના વિભિન્ન ક્ષેત્રોના સામાજિક કાર્યમા જોડાયેલ છે. પ્રસિદ્ધ સમાજસેવી સતપાલ મહારાજની પ્રેરણા અને તેમના પુત્રના નિર્દેશનમાં વર્ષ 2015થી મિશન એજ્યુકેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે.