સુરત રાંદેર વિસ્તારમાં પૂર્વ પતિએ મહિલાને ફરવા લઇ જઈ ઘેનયુક્ત તથા ચેપી ઇન્જેક્શન (Surat husband HIV injects ex wife) મારી દિધું હતું. જેમાં આરોપીએ કબુલાત કરી છે કે તેણે પૂર્વ પત્નીને એચઆઈવીનું ઇન્જેક્શન (surat Husband injected ex wife with HIV) માર્યું હતું. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે તેણે એ પણ સ્વીકાર કર્યો કે તેણે આ બધું ક્રાઈમના સીરીયલો જોઇને કર્યું હતું. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ માંગતા 2 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
મહિલાને પરફયુમની ખરીદી તારીખ 25 ડિસેમ્બરના રોજ મહિલાના પૂર્વ પતિએ (Surat husband HIV injects ex wife) તેને ફોન કર્યો હતો. અને તેના ઘરે મળવા આવવાની વાત કરી હતી. મહિલાએ હા પાડતા પૂર્વ પતિ ઘરે આવ્યો હતો. બાઈક પર બેસાડી ફરવા લઇ ગયો હતો. આ દરમ્યાન પૂર્વ પતિ શંકરે મહિલાને પરફયુમની ખરીદી કરાવી હતી. પરફ્યુમની ખરીદી કર્યા બાદ પતિ મહિલાને રાંદેર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં લઇ ગયો હતો. અને ત્યાં અંધારાનો લાભ લઇ મહિલાના ડાબા થાપના ભાગે ઇન્જેક્શન મારી દીધું હતું. જેને લઈને મહિલાને શરીરમાં અશક્તિ જેવું લાગતું હતું. અને માથું ભારે લાગતું હતું. અને ચક્કર આવવા લગતા મહિલાએ બુમાબુમ કરી હતી. જેથી પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો વન્યજીવોની હત્યા અને વેચાણનું રેકેટ ઝડપાયું, 27 લોકોની ધરપકડ
ઇન્જેક્શન માર્યું એચઆઈવીનું જ ઇન્જેક્શન (HIV injection) માર્યું હોવાની કબુલાતપોલીસે આરોપીને કોર્ટમાં રજુ કર્યો હતો. અને આ સમગ્ર મામલે તપાસ માટે 3 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં આરોપીના 2 દિવસના રિમાન્ડ મજુર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આરોપી પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. તો બીજી તરફ આરોપીએ પત્નીને કોઈની ન થવા દેવા માટે એચઆઈવીનું જ ઇન્જેક્શન માર્યું હોવાની કબુલાત કરી રહ્યો છે. તેમજ તેને આ કૃત્ય ક્રાઈમની સીરીયલો જોઇને કર્યું છે. જો કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તબીબી રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેમજ આરોપી ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો, કોણે આપ્યું તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ પ્રકરણમાં અન્યની કોઈ સંડોવણી જણાશે તો તેની પણ ધરપકડ થઇ શકે છે.