ETV Bharat / state

Surat Crime : પતિએ 8થી 10 જેટલાં ચપ્પુના ઘા મારતા પત્નીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાય - Surat Bhestan Accommodation

સુરતના ભેસ્તાન આવાસમાં ઝઘડો થતા પતિએ પત્નીના પેટમાં 10 જેટલા ચપ્પુના ઘા માર્યા છે. પત્ની ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે પાંડેસરા પોલીસે પતિ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Surat Crime : પતિએ 8થી 10 જેટલાં ચપ્પુના માર્યા ઘા મારતા પત્નીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાય

author img

By

Published : Mar 9, 2023, 11:19 AM IST

સુરતમાં પતિએ પત્નીને 8 થી 10 જેટલાં ચપ્પુના ઘા માર્યા

સુરત : શહેરમાં પતિએ પત્નીને 8થી 10 જેટલા ચપ્પુના ઘા માર્યાની ઘટના સામે આવી છે. પત્નીને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતી 28 વર્ષીય હનીફા શેખ અને તેમના પતિ સાથે સાંજે કોઈ વાતે ઝઘડો થયો હતો. પતિએ તેમના પેટના ભાગે 8થી 10 જેટલા ચપ્પુના ઘા મારી સારવાર માટે હનીફા શેખના ભાઈએ 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઇને આવ્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ આ મામલે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે આ મામલે પતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Wild Elephant Attacks: કોઇમ્બતુરમાં જંગલી હાથીએ કાર પર હુમલો કર્યો

બંને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો : આ બાબતે હનીફા શેખના ભાઈ ઝુબેરએ જણાવ્યું કે, સાંજે મને મારી બહેનના પાડોશીનો ફોન આવ્યો કે, આ લોકો અહીં ઝઘડો કરી રહ્યા છે. જેથી હું ત્યાં પહોંચ્યો અને ત્યાં જ મારા જીજા રફીક શેખ જેઓ એ બેનના પેટમાં ચપ્પુ મારી દીધું હતું. જેથી હું અન્ય લોકો સાથે તેમને 108 એમ્બ્યુલન્સમાં નવી હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં તેમને હાલ સારવાર ચાલી રહી છે. કઈ વાતે ઝઘડો થયો હતો એ મને ખ્યાલ નથી. છોકરાઓએ પણ કશું બોલતા નથી. મારી બેનને બે છોકરી અને બે છોકરા એમ કુલ 4 સંતાનો છે. જીજુ છૂટક કામ કરે છે. જે કામ મળી જાય તે કરે છે.

આ પણ વાંચો : Singer Pawan Singh પર બલિયામાં સ્ટેજ શો દરમિયાન હુમલો

પોલીસ તપાસ : આ બાબતે પાંડેસરા પોલીસના કોન્સ્ટેબલ પ્રદીપએ જણાવ્યું કે, આ મામલે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. હું પોતે જ આ મામલે તપાસ કરી રહ્યો છું. હનીફાના ભાઈ ઝુબેર અને અન્ય બે લોકોનું નિવેદન લેવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાઓથી આ રીતે અવરનવર ઝઘડો થાય કઈ વાતે ઝઘડો થાય તે ખ્યાલ નથી. હાલ આ મામલે મારે પત્નીનું નિવેદન લેવાનું બાકી છે. પરંતુ તેઓ સારવાર ચાલી રહી છે. જેથી હાલ તેમનું નિવેદન લેવાનું બાકી છે. હાલ તો અમે અમારી પીસીઆર વાન રફીકને લેવા માટે તેમના ઘરે ગઈ છે. હાલ આ મામલે રફીક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.