સુરતઃ શહેરના દર્દીઓને હવેથી હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ( Surat Heart and Lung Transplant Facility )માટે મુંબઈ કે અમદાવાદ જવાની જરૂર પડશે નહિ કારણકે હવેથી આ સુવિધા શહેરના મહાવીર હોસ્પિટલમાં (Surat Mahavir Hospital )સરળતાથી થઈ શકશે.ભારત ભરમાં અંગદાન માટે સુરત મોખરે પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માટે અન્ય શહેરમાં જવું પડતું હતું.
હૃદય અને ફેફસાના અતિ ગંભીર દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ કે અમદાવાદ જતા
સુરત શહેરના દર્દીઓને હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ ( Surat Heart and Lung Transplant Facility )માટે મુંબઈ કે અમદાવાદ જવું પડતું હતું. પરંતુ હવેથી આ સુવિધા માટે ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગન એક્ટ 1984 (Transplantation Organ Act 1984 )હદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે સરકાર દ્વારા સુરત મહાવીર હોસ્પિટલ પરવાનગી (Surat Mahavir Hospital )આપવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં સુરતમાં હાર્ટ ટ્રાન્સપોર્ટ માટે એક પણ સેન્ટર હતું નહી. જોકે સુરત જ્યાંથી અત્યાર સુધીમાં 980 અંગદાન થઈ ચૂક્યા છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધુ અંગન આપતું શહેર સુરત છે અને હવે હ્નદય અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટની અમૂલ્ય ભેટ મળી છે.સુરતમાં અત્યાર સુધી 414 કિડની, 176 લિવર, 8 પેન્ક્રીઆસ, 39 હૃદય, 26 ફેફસાં અને 318 ચક્ષુઓ સહીત કુલ 981 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૮ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
હ્નદય અને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ માટે હોસ્પિટલને પરવાનગી
હું મહાવીર હોસ્પિટલમાં (Surat Mahavir Hospital )છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યો છું.અમારી ત્રણ ડૉક્ટરોની ટીમ છે.એમાં હું ડૉ. વિષ્ણુ પટેલ અને જશવંત પટેલ અમે કુલ ત્રણ મળીને વર્ષ દરમિયાન 1100 જેટલા ઓપરેશન કરીએ છીએ. મહાવીર હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષ દરમિયાન 20,000થી વધુ ઓપન સર્જન કરવામાં આવ્યા છે.એમાં અમે વર્ષ દરમિયાન 200 થી 250 જેટલા નાના બાળકોનું પણ ઓપરેશન કરીયે છીએ.જેમાં હોસ્પિટલ દ્વારા 50 ટકાનો લાભ આપવામાં આવે છે.તથા કોઈ પણ ગરીબ દર્દીઓને પણ લાભ આપવામાં આવે છે.
ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની મહાવીર હોસ્પિટલને પરવાનગી
સુરતમાં લોકો આ વાતથી અજાણ છે.તો એમાં બમણો અનુભવ થયા બાદ અમને હ્નદય અને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની મહાવીર હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી છે.એટલો અનુભવ છે તો તેનું પરિણામ પણ ખુબ જ સરસ મળશે. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અમને સૌપ્રથમ જે હોસ્પિટલોમાં હૃદય અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ચાલી રહ્યું છે.તેની સાથે અમને કોરીડોર કરવું પડે છે,એની માટે અમે એક વર્ષ માટે હરકિશન દાસ મુંબઈની હોસ્પિટલ જોડે કોરીડોર કર્યો છે.તો એમાં અમારી મહાવીર હોસ્પિટલ અને હરકિશનદાસ હોસ્પિટલ સાથે મળીને ટ્રાન્સપોર્ટ પ્રોગ્રામ ચલાવીશું.
આ પણ વાંચોઃ Bail Granted To AAP Women Protesters : 28 મહિલાઓના કોર્ટમાં જામીન મંજૂર, 62 કાર્યકરો માટે જામીન અરજી મૂકાઈ
આ પણ વાંચોઃ Broccoli Crop in Junagadh 2021 : પ્રગતિશીલ ખેડૂતે નવા પ્રકારની ખેતીમાં સફળતા મેળવી