ETV Bharat / state

Hanuman Jayanti : હનુમાન જયંતીના પર્વ પર 4,500 કિલોનો એક જ લાડુ, વસ્તુ કોણ આપી ગયું ખબર નથી! - Pal Atal Ashram 4500 kg Laddu

સુરતના પાલમાં અટલ આશ્રમમાં હનુમાન જયંતીને લઈને 4,500 કિલોનો લાડુ બનાવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ લાડુમાંથી 40,000 જેટલા લોકો જમી શકશે. પરંતુ આ લાડુ બનાવવા માટે મંદિરમાં સામગ્રી ક્યાંથી આવી છે તે ખબર નથી.

Hanuman Jayanti : હનુમાન જયંતીના પર્વ પર 4,500 કિલોનો એક જ લાડુ, વસ્તુ કોણ આપી ગયું ખબર નથી!

author img

By

Published : Apr 5, 2023, 3:59 PM IST

સુરતમાં હનુમાન જયંતીને લઈને 4,500 કિલોનો લાડુનું તૈયારી

સુરત : હનુમાન જયંતીના ઉપલક્ષ્યમાં સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં 4,500 કિલોનો બુંદીનો લાડુ બનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સૌથી મોટો લાડુ હનુમાન દાદાને અર્પણ કરવામાં આવશે. આમ તો લોકોએ બુંદીના અનેક લાડવા જોયા હશે, પરંતુ એક જ લાડુ અને એ પણ 4,500 કિલોનો તે જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જશે.

શું છે સમગ્ર આયોજન : હનુમાન જયંતિને લઈ ઠેર ઠેર અનેક ધાર્મિક આયોજન કરવામાં આવતું હોય છે. હનુમાન દાદાના મંદિરોમાં ખાસ પૂજા અને અનુષ્ઠાનો પણ આયોજન છે, ત્યારે સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં હનુમાન જયંતિ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અહીં હનુમાનદાદાને પ્રસાદ રૂપે 4,500 કિલો અને સવા મણનો બુંદીનો લાડુ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ આ લાડુ ભાવી ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવશે. માત્ર એક જ લાડુ 4,500 કિલોનું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વિશાળકાય લાડુ હનુમાન જયંતીના ઉપલબ્ધ પર હનુમાનદાદાને ભોગરૂપે અર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Hanuman Jayanti 2023: હનુમાન પ્રાગટ્ય દિવસે લંબે હનુમાનને 21000 લાડું અર્પણ કરાશે

સવા મણનો ભોગ બુંદીનો લાડુ : 4,500 કિલોના આ લાડુ બનાવવા માટે એક દિવસ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આશરે 25 જેટલા લોકો આ લાડુ બનાવવા માટે વહેલી સવારથી જ લાગી ગયા હતા. ક્યારે પણ કોઈ ભક્ત એ આટલા મોટા લાડુ જોયા ન હશે, પરંતુ હનુમાન દાદાના જન્મ જયંતીના ઉપલબ્ધમાં સુરત ખાતે સવા મણનો ભોગ બુંદીનો લાડુ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. હનુમાન જન્મ જયંતીના મહાપર્વ પર સુરતમાં અટલ આશ્રમ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અહીં હવન વિશેષ અનુષ્ઠાન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Vadodara Police: આફટર ઈફેક્ટ, હનુમાન જયંતીને ધ્યાનમાં રાખી ક્રાઇમબ્રાન્ચે ડ્રોન નિરીક્ષણ કર્યું

આયોજન હનુમાન દાદા પોતે કરી રહ્યા છે : અટલ આશ્રમના સંત બટુક ગિરી મહારાજે જણાવ્યું હતું કે, હનુમાન જયંતિના પર્વ પર 4,500 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ લાડુ બનાવવા માટે 1400 કિલો ચણાની દાળનો લોટ વાપરવામાં આવ્યો છે. 70 ડબ્બા તેલ અને 2000 કિલો ખાંડ વાપરવામાં આવી રહ્યું છે. આ સામગ્રીના માધ્યમથી 4,500 kg બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ લાડુ સિવાય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, અહીં 40,000 જેટલા માણસો જમી શકશે. ઉલ્લેખનીય છે કે, આયોજન હનુમાન દાદા પોતે કરી રહ્યા છે. મહાપ્રસાદ અને ખાસ કરીને લાડુ માટે સામગ્રી ક્યાંથી આવી છે એ અમને પણ ખબર નથી. કોઈ પણ ગુપ્ત દાન કરીને આ વસ્તુઓ આપી જતા હોય છે, વગર માંગે લોકો અહીં વસ્તુઓ આપી જતા હોય છે. કોઈપણ ભક્તનું નામ પણ ખબર નથી. આ માટે અમે કહીએ છીએ કે આયોજન પોતે હનુમાનદાદા કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.