સુરત : વિશાળકાય વૃક્ષ જેવા કે પીપળો, વડ, કેરી, લીંબુ સહિતના વૃક્ષોને ક્યારે એકથી બે ફૂટમાં આપે જોયા છે? સાંભળીને અસંભવ લાગશે, પરંતુ સુરતના 60 વર્ષીય કુલીન સોરઠીયાએ આ અસંભવ વસ્તુને સંભવ કરી દીધો છે. કુલીન સોરઠીયા પાસે તમામ વિશાલકાય વૃક્ષો છેલ્લા 30 વર્ષથી કુંડામાં છે. એટલું જ નહીં ફલદાયક વૃક્ષ કુંડામાં ફળ પણ આપી રહ્યા છે. જાપાની બોન્ઝાઇ તકનીકથી તેઓએ વિશાલકાય વૃક્ષ કુંડામાં રોપી દીધા છે.
શું છે સમગ્ર રસપ્રદ વાત : જો તમે પર્યાવરણ પ્રેમી છો અને વૃક્ષો લગાવવા માંગો છો, પરંતુ તમારી પાસે વૃક્ષ રોપવા માટે જગ્યા નથી તો ચિંતા કરવાની જરૂર પણ નથી, કારણ કે હવે વિશાલકાય વૃક્ષને તમે પોતાના ઘરે કુંડામાં પણ વાવી શકો છો. સુરતના કુલીન બોટાનીમાં એમએસસી કરી ચૂક્યા છે અને તેમની ઉંમર 60 વર્ષ છે. કુલીનભાઈના ઘરે જ્યારે તમે પ્રવેશ કરશો તો તમે સંપૂર્ણ રીતે આશ્ચર્યમાં મુકાઈ જશો કારણ કે જે વૃક્ષો આશરે 40થી 50 ફૂટના હોય છે તેને તેઓએ પોતાના ઘરે કુંડામાં વાવ્યા છે અને આ વૃક્ષો તેમના ઘરે માત્ર એકથી બે ફૂટ ના છે. ચીકુ, લીંબુ, પીપળો, કેરી અને વડ એવા વિશાલ વૃક્ષોને તેઓએ પોતાના કુંડામાં વાગ્યા છે એટલું જ નહીં છેલ્લા 30 વર્ષથી આ તમામ વૃક્ષ કુંડામાં જેમની તેમ છે.
જાપાની પદ્ધતિ હોય છે જેને બોન્સાઈ કહેવામાં આવે છે. ઘણા લોકો એવા હોય છે કે જેઓ વૃક્ષોની વાવણી કરવા માંગે છે, પરંતુ જગ્યા ઓછી હોવાના કારણે તેઓ વાવી શકતા નથી. બોનસાઈ પદ્ધતિથી લોકો કુંડામાં વિશાળ વૃક્ષો વાવી શકે છે, એ પોતાના આકાર પ્રમાણે ઓક્સિજન પણ આપે છે. બોનસાઈ પદ્ધતિમાં વૃક્ષોને આકાર આપવામાં આવે છે ખાસ કરીને તેની ટ્રીમિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. - કુલીન સોરઠીયા
ઘરની શોભા પણ વધારે છે : આ તમામ વૃક્ષ ઓક્સિજન આપનાર વૃક્ષ કહેવાય છે. કુલીનભાઈ છેલ્લા 30 વર્ષથી બોનસાઈ વૃક્ષ તૈયાર કરી રહ્યા છે, ઓછી જગ્યામાં ઘરની શોભા પણ વધારે છે. સૌથી અગત્યની વાત છે કે આ વૃક્ષો પર ફળો અને ફૂલ પણ ઉગે છે. કોઈ જગ્યા ઓછી હોવાના કારણે વૃક્ષો વાવી શકતા નથી અને વૃક્ષના મહત્તા છે તેઓ ઘરના ટેરેસ પર જ આ વૃક્ષો ઉછેરી શકે છે. વિશાલકાય જે 40થી 50 ફુટ ના જોવા મળે છે. તે જ વૃક્ષ તેવા જ આકારમાં એકથી બે ફૂટમાં કુંડામાં જોવા મળે છે.