ડીંડોલીના અંબિકા પાર્ક સોસાયટી વિભાગ બેમાં રહેતા લોકો દ્વારા છેલ્લા બાર વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આશરે પાંચસો જેટલા મકાનો સોસાયટીમાં આવેલ છે અને તમામ લોકો સૌ સાથે મળી શેરી ગરબાનું આયોજન કરે છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અહીં શેરી ગરબાની ભારે રમઝટ જોવા મળી હતી. જેમાં યુવાઓ ,યુવતીઓ, મહિલાઓ અને પુરૂષો સહિત નાના ભુલાકાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. નોરતાના પાંચમા દિવસે યુવતીઓએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી ગરબા રમવાની સાથે આદ્યશકતી માં અંબેની આરાધના કરી હતી.જ્યારે મહિલાઓ અને નાના ભૂલકાઓ પણ અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા હતા. સોસાયટીના લોકોનુ કહેવું છે કે આજે ડેમ અથવા કોમર્શિયલ આયોજનો કરતા શેરી ગરબાનું ઘણું મહત્વ રહ્યું છે.
શેરી ગરબાનો આનંદ જ કંઈક અલગ છે. અહીં છેલ્લા બાર વર્ષથી શેરી ગરબાનું સોસાયટીના સૌ કોઈ લોકો ભેગા મળી આયોજન કરે છે. સાથે માતાજીની આરાધનાની સાથે ગરબાની ઓન રમઝટ માનવામાં આવે છે.