ETV Bharat / state

Surat Crime News : ગર્ભવતી પત્નીને પેટ પર લાત મારનાર સગા બનેવીની સાળાએ કરી હત્યા - પતિએ ગર્ભવતી પત્નીને પેટ પર લાત મારી

સુરતમાં ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવની મળતી વિગત અનુસાર પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ ગર્ભવતી પત્નીને પેટ પર લાત મારી હતી. જેનાથી રોષે ભરાયેલા સાળાએ સગા બનેવીની હત્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે શકમંદની તપાસ હાથ ધરી છે.

Surat Crime News
Surat Crime News
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 9:37 PM IST

ગર્ભવતી પત્નીને પેટ પર લાત મારનાર સગા બનેવીની સાળાએ કરી હત્યા

સુરત : શહેરમાં એક ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. નવરાત્રી દરમિયાન પતિના અન્ય કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ પકડાતા ગરબા ગ્રાઉન્ડ પર જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો વધી જતા પતિએ તેની ગર્ભવતી પત્નીને માર માર્યો હતો. ત્યારે ગર્ભવતી બહેનને પેટ પર લાત મારતા રોષે ભરાયેલા સાળાએ સગા બનેવીની હત્યા કરી નાખી છે.

પ્રેમલગ્ન બાદ ઘરકંકાસ : સુરત પોલીસ ACP કે. એમ. ચૌધરીએ આપેલી વિગત અનુસાર સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તાર ખાતે આવેલા હિમગીરી એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય યુવક હજીરાની એક કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેઓના 10 વર્ષ પહેલાં જ પ્રેમ લગ્ન થયા હતા. જોકે કોઈ યુવતી સાથે પતિનો પ્રેમ સંબંધ હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો. આ અંગે યુવતીએ પોતાના ભાઈને જાણકારી પણ આપી હતી. તેને જણાવ્યું હતું કે, પતિ પોતાની પ્રેમિકાને ગૂગલ પે પર 25,000 રૂપિયા પણ મોકલ્યા છે. આ અંગે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

પતિએ ગર્ભવતી પત્નીને લાત મારી : 10 વર્ષ પહેલા દંપતિએ લગ્ન કર્યા હતા, પરંતુ યુવતીને ચાર પ્રેગ્નન્સી રહી નહોતી. યુવતી પાંચમી વાર ગર્ભવતી બની હતી અને હાલ તેને 7 માસનો ગર્ભ છે. નવરાત્રી દરમિયાન પરિવારના લોકો મેલડી માતાના મંદિરમાં ગરબા રમી રહ્યા હતા અને ગર્ભવતી યુવતી ત્યાં બેસી હતી. તે દરમિયાન પતિના મોબાઇલમાં યુવતીએ 25,000 રૂપિયાનો ગુગલ પે નો સ્ક્રીનશોટ જોઈ લીધો હતો. આ અંગે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિએ ગુસ્સામાં પત્નીને પહેલા લાફો માર્યો અને ત્યાર પછી તેના પેટ પર લાત મારી હતી.

સાળાએ બનેવીની હત્યા કરી ? બંને ઝઘડી રહ્યા હતા તે દરમિયાન યુવતીનો ભાઈ ત્યાં પહોંચી ગયો હતો. આ યુવકે પોતાના બનેવીને સમજાવ્યા પણ હતા. જોકે, ત્યારબાદ ગરબા સ્થળથી પતિ-પત્ની ઘરે જતા રહ્યા હતા. બાદમાં જ્યારે યુવકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે, ચપ્પુના ઝીંકી તેની હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસ હત્યાની તપાસ કરી રહી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, તેની હત્યા તેના જ સાળા દ્વારા કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ શકમંદની શોધખોળ હાથ ધરી છે.

હત્યાના કિસ્સા વધ્યા : ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત દિવસમાં સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન 8 જેટલી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે 22 દિવસ દરમિયાન 9 જેટલી હત્યાની ઘટના બની ચૂકી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.

  1. Surat Crime News: પત્નીના આપઘાત બાદ પતિએ મોત વ્હાલું કરી લેતાં 4 વર્ષના બાળકે ગુમાવી માતા-પિતાની છત્રછાયા
  2. surat woman suicide: બે વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલી બ્યુટિશિયન યુવતીનો આપઘાત, મૃતક પરિણીતાના પતિ અને સાસુની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.