સુરત: સુરતમાં ફરી પાછી તાજું જન્મેલું મૃત નવજાત બાળક મળી આવ્યું છે. શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ ખાડી કિનારે એક ટાઇલ્સના વેસ્ટેજ રૂમમાંથી તાજું જન્મેલું મૃત નવજાત બાળકી આવી આવતા સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.અને લોકોએ તાજું જન્મેલું મૃત નવજાત બાળકીનેં ત્યજી દેનાર માતા પર ફિટકાર વરસાવી હતી. સાથે જ ઘટનાની જાણ થતા જ લીંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી મૃત નવજાત બાળકીનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
Surat Crime News: નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર
છેલ્લા 25 દિવસમાં કુલ 4 ઘટનાઓ સામે આવી: ઉલ્લેખનીય છે કે, સુરતમાં દિવસે દિવસે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. હાલ તાજી જન્મેલ મૃત નવજાત બાળકી મળી આવી છે. તો બીજી બાજુ આ પેહલા પણ ગોડાદરા વિસ્તારમાંથી તાજી જન્મેલું મૃત નવજાત બાળકી મળી આવી હતી. અને ત્યારબાદ અલથાણ વિસ્તારમાંથી અને પૂર્ણા વિસ્તારમાંથી અને આજે ફરી એક વખત નવજાત મૃત બાળકી મળી આવી છે. એમ છેલ્લા 25 દિવસમાં કુલ 4 ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે આ તમામ મામલે હજી સુધી પોલીસ મૃત નવજાત બાળકીનેં ત્યજી દેનાર માતા સુધી પહોંચી શકી નથી. હા માતાએ પોતાના પાપ છુપાવવા માટે આ રીતનું કૃત્ય કર્યું છે.
Surat Crime : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાતને તરછોડી ફરાર માતા પકડાઇ
સીસીટીવીની મદદથી માતા સુધી પહોંચવાનો પ્રયત્ન: પોલીસ અધીકારીઓ આજુબાજુમાં લાગવામાં આવેલ સીસીટીવીની મદદથી માતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બાબતે લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ.બરાડાએ જણાવ્યું કે, આ ઘટના બપોરના સમયે બની હતી.અને પોલીસ કંટ્રોલનેં જાણ થતા જ ઘટના સ્થળ ઉપર પીસીઆર વાન પોહચી ચુકી હતી. ત્યારબાદ અમે ત્યાં પોહચી બાળકીના મૃત દેહનો કબ્જો મેળવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અને હાલ આ મામલે અમે સ્થાનિકોની પૂછપરછ કરી તથા આજુબાજુમાં લાગવામાં આવેલ સીસીટીવીના મદદથી માતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.