સુરત : બિહારના જેલમાં બેસીને કઈ રીતે કુખ્યાત આરોપી ગુજરાતમાં ડ્રગ્સ મોકલી રહ્યો હતો તેનો પર્દાફાશ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ રેકેટ ટેલિગ્રામ એપ ઉપર ચાલતું હતું. બિહારન બેઉર જેલમાં કેદ સુબોધસિંગ કુખ્યાત આરોપી છે અને હાલ જેલમાં બેસીને ડ્રગ્સનો જથ્થો પોતાના પેડલર થકી તે સુરતમાં મોકલી રહ્યો હતો. જેની જાણકારી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉજ્જવલકુમાર નામના ઇસમને 487 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે. જોકે સુરતમાં એમ ડી ડ્રગ્સ મંગાવનાર મનોજ નામનો ઇસમ વોન્ટેડ છે.
લૂંટ ચોરી સહિત અન્ય ગંભીર ગુનાઓમાં સુબોધસિંગ બિહારના જેલમાં બંધ છે. તેનો સંપર્ક સુરતના મનોજ રાય દ્વારા ટેલિગ્રામ મારફતે કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સની ડિમાન્ડ કરાઈ હતી આ ડ્રગ સપ્લાય કરવા માટે જેલમાં બેસીને પોતાના માણસ ઉજ્જવલને સુરત મોકલ્યો હતો અને સુરત આવ્યા પછી ઉજ્જવલની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુબોધસિંગ જેલમાં બેસીને સુરતમાં ડ્રગ્સ મોકલતો હતો તેની આખી ગેંગ છે. ગેંગમાં 200થી પણ વધુ લોકો કાર્યરત છે. દેશભરમાં લૂંટ અંગેના કેટલાક બનાવોમાં તે આરોપી છે...રુપલ સોલંકી ( ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ )
ડ્રગ માફિયા સુબોધસિંગ જેલમાં બંધ : અત્યાર સુધી ગુજરાત પોલીસે ખુલાસો કર્યો છે કે પંજાબના જેલમાં બેસીને ડ્રગ્સ માફિયા ગુજરાતમાં ડ્રગ્સ મોકલતા હતાં. પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોકાવનારો ખુલાસો કર્યો છે. બિહારના જેલમાં બેસીને સુબોધસિંહ નામનો કુખ્યાત આરોપી કે જેની ઉપર લૂંટ ચોરી સહિતના અનેક ગુના પોલીસે દાખલ કર્યા છે તે ટેલિગ્રામ એપના માધ્યમથી સુરતમાં ડ્રગ્સ મોકલી રહ્યો હતો. સુબોધ સાથે સુરતના મનોજ રાય નામના ઇસમે સંપર્ક સાધ્યાં હતાં. જોકે હાલ સુબોધ બિહારના બેઉર જેલમાં છે તેમ છતાં નેટવર્ક ચલાવી રહ્યો છે. મનોજ રાયના કહેવા પર તેણે પોતાના માણસ ઉજ્જવલ શર્માને ડ્રગ્સ લઈને સુરત મોકલ્યા હતા અને એમ ડી ડ્રગ્સની આ ડીલીવરી ઉજ્જવલ મનોજ રાયને કરવાનો હતો.
મનોજ રાય વોન્ટેડ : સુરત ક્રાઈમ બ્રાન્ચને આ અંગે જાણકારી મળી ગઈ હતી. પોલીસે ઉજ્જવલની ધરપકડ સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક કરી છે. તેની પાસેથી કુલ 487.2 80 ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું છે. જેની કુલ કિંમત 48 લાખ છે. ઉજ્જવલ શર્માએ જણાવ્યું હતું કે તે મનોજને આ ડ્રગ્સ આપવા માટે બિહારથી સુરત આવ્યો હતો. જોકે ઉજ્જવલની ધરપકડ અંગે મનોજને જાણકારી મળતા હાલ તે નાસી ગયો છે જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ગેગમાં 200થી પણ વધુ લોકો કાળો કારોબાર કરી રહ્યાં છે.
- Ahmedabad Crime : ડ્રગ્સનો કરોડો રૂપિયાનો કારોબાર ઝડપવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, આરોપીની માયાજાળ ખૂબ ચોંકાવનારી
- Ahmedabad Crime: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓને દબોચી લીધા
- Surat Drug Peddler Couple : સુરતમાં ડ્રગ્સ પેડલર દંપતી ઝડપાયું, પોલીસે વેશપલટો કરી વેપલાનો પર્દાફાશ કર્યો