ETV Bharat / state

સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુધ્ધ જાહેરનામા ભંગના કેસમાં સુરત કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો - Hardik Patel

ભાજપના ધારાસભ્ય અને પાટીદાર સમાજના યુવા આગેવાન હાર્દિક પટેલને આજે સુરત કોર્ટે મોટી રાહત આપી છે. વર્ષ 2017માં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આજે સુરત કોર્ટે ચુકાદો આપતા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 11:53 AM IST

Updated : Jan 19, 2024, 12:24 PM IST

હાર્દિક પટેલ

સુરત : 03 ડિસેમ્બર વર્ષ 2017 ના રોજ સરથાણા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી સમયે જન ક્રાંતિ મહાસભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે ભાજપ વિરૂદ્ધ ભાષણ કર્યું હતું. જેને લઇ સરથાણા પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફર્ધર નિવેદન નોંધવામાં આવ્યું હતું. સરથાણમાં જાહેર નામાનો ભંગ, રાજકીય પાર્ટી સામે ભાષણ કરવા બાબતનો ગુનો દાખલ થયો હતો. ભાષણના આ કેસમાં કલેક્ટર સહિત આઠથી દસ સાક્ષીઓની જુબાની થઈ ચૂકી છે.

સરથાણા પોલીસ મથકમાં જે કેસ નોંધાયો હતો તેમાં આજે હું નિર્દોષ સાબિત થયો છું. મારું માનવું છે કે જેટલા પણ કેસો છે તેમાં મોટાભાગે હું નિર્દોષ સાબિત થઇ રહ્યો છું. મારા જેટલા પણ વકીલો છે તેઓએ યોગ્ય દલીલ કરી છે. આ નિર્ણયને હું આવકારું છું. - હાર્દિક પટેલ

હાર્દિકે સરકાર વિરોધ ભાષણો કર્યા હતા : વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરત જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલને ઉમેદવાર કે રાજકીય પક્ષ આ પક્ષ અથવા તો વિરોધમાં કોઈપણ નિવેદન ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે યોગીચોક ખાતે યોજાયેલી સભાને સંબોધિત કરી હતી. જેમાં બિન રાજકીય સભામાં રાજકીય નિવેદનો આપવામાં આપવામા આવ્યા જતા. હાર્દિક પટેલ સામે આ સભામાં સરકાર વિરૂદ્ધ ભાષણો કર્યાનો કેસ થયો હતો.

વર્ષ 2017માં સરથાણા પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટ ની જોગવાઈઓ મુજબ ગુનો નોંધાયો હતો. કેસમાં તારીખ 24 જાન્યુઆરી 2019ના રોજ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે 26 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. વાહન રેલી અને જાહેર સભા અંગેની પરમીટની શરત નંબર 14 ભંગને લઇ ફરિયાદ નોંધવામાં આવી હતી. શરત હતી કે કાર્યક્રમનો ઉપયોગ કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચાર અથવા સમર્થન કે વિરોધ માટે કરવામા આવે નહિ. એટલુ જ નહીં તેમજ કોઈ પણ ઉમેદવાર કે પક્ષ દ્વારા રેલી કે જાહેર સભામાં ચુંટણી લક્ષી ઉપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. - યશવંત વાળા, હાર્દિક પટેલના વકીલ

શરત નંબર 14 મુજબ ગુનો હતો : વકીલે વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં હાર્દિક પટેલ તરફથી દલીલો કરાઈ હતી કે, પરમીટની શરત નંબર 14 બાબતે હાર્દિક પટેલ દ્વારા શબ્દશઃ ભંગ થયેલ હોય તેવું જુબાની માં છે નહીં. હાર્દિક પટેલ દ્વારા કોઈ પણ પક્ષની તરફેણમાં કે વિરોધમાં ભાષણ આપ્યું નથી. સાથે કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં ભાષણ પણ કર્યું નહોતું તેવો પુરાવો રેકર્ડ પર આવ્યા નથી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને હાર્દિક પટેલ સહિત અન્ય જીગ્નેશને પણ આજે નિર્દોષ જાહેર કર્યા છે.

  1. પાટીદાર અનામત આંદોલન સમયે જાહેરનામાના ભંગ મામલે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર થયો
  2. વિરમગામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત

Last Updated : Jan 19, 2024, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.