સુરત : માંગરોળના પાલોદ ગામની હદમાં આવેલા જે.બી રો હાઉસમાં પીવાના પાણીના બોરીંગ બાબતે મારામારીની ઘટના બનતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કોસંબા પોલીસે મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
શું હતો સમગ્ર મામલો : મળતી માહિતી મુજબ પાલોદ ગામની હદમાં આવેલા જેબી રો હાઉસમાં લાંબા સમયથી રહેતા ઈશ્વર મદન ભાસ્કરે સોસાયટીમાં રહેતા બલીંદરસિંગ દ્વારા ચોમાસામાં પીવાના પાણીના બોરિંગ નહીં કરવાનું અને ઉનાળામાં કરાવી દઈશું જે અંગે પાલોદ પંચાયતમાં પણ જાણ કરેલ હોવા છતાં પણ જેની અદાવત રાખી બલીંદરસિંગે પોતાનાં સાગરીતને વાત કરી ફોન કરાવી પગ ભાંગી નાખવાની ધમકીઓ દીધી હતી. તેમજ સાસાયટીમાં ઝઘડો કરાવવાનું નક્કી કરી બલીદર તેમજ વિનિત બોરીંગ કરવા મશીન લાવી મકાન પરથી લાઇટના વાયરો ઉતારતા જયાબેન અને મિનાબેને ના પાડતા બલવીંદરની પત્ની નિલમબેન તેની છોકરીઓ બોલાવી જયાબેન અને મિના બેનને નાલાયક અપશબ્દો બોલી ઝપાઝપી કરી દીધી હતી.
જાનથી મારી નાખવાની ધમકી : જોકે થોડીક ક્ષણો બાદ બલવિંદર અને વિનિત લાઇટના વાયરો ઉતારી નીચે આવી "તું અમારૂ બોર કેમ કરવા દેતો નથી" એમ કહી વિનિતે ડાબા પગે સળીયાનો ઘા મારી મોઢામાં ઠિક્કો મારી જમીન પર પાડી નાકી બલવીંદરે પણ લાકડાનો ફટકો મારી દીધો હતો. તે પછી એકબીજાની મદદગારીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાની ઘટનાને અંજામ આપી જગ્યા પરથી ફરાર થઈ ગયા હતા.
હાલ બન્ને પક્ષની ફરિયાદ લેવામાં આવી છે. આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. આ ઘટનામાં કોઈને પણ ગંભીર ઈજાઓ થઈ નથી. - જયંતિભાઈ (બીટ જમાદાર)
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ : મારામારીની ઘટના પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, ત્યારે સમગ્ર ઘટનાને લઈને કોસંબા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને સામસામે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Rajkot Crime : ધોરાજીમાં રબારી સમાજના બે જુથ વચ્ચે ધીંગાણામાં એકનું મૃત્યુ, સામસામે નોંધાવી ફરીયાદ
- Ahmedabad crime news: રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે મારામારી મોતમાં પરિણમી, ઘટના CCTVમાં કેદ
- Vadodara Crime : વડોદરામાં દાલબાટી ખાવા મામલે મારામારી થતાં યુવકનું મૃત્યુ, પરિવાર ન્યાય મળે પછી મૃતદેહ સ્વીકારશે