સુરત: આગામી 11 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજનારા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 7 સ્ટાર રેટીંગમાં પસંદગી પામેલા શહેરનાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સાથે સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં પસંદગી પામેલા શહેરોના નામોની યાદી પણ જાહેર કરવામાં આવશે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ ભારત મિશનનું આયોજન રેટીંગમાં પસંદગી પામેલા શહેરનાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સાથે સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં પસંદગી પામેલા શહેરોના નામોની યાદી પણ જાહેર કરવામાં આવશે.
ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ ભારત મિશનનું આયોજન રેટિંગમાં પસંદગી પામેલા શહેરના એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સાથે સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં પસંદગી પામેલા શહેરોના નામોની યાદી પણ જાહેર કરવામાં આવશે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ ભારત મિશનનું આયોજન ક૨વામાં આવ્યું છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2023, વોટર પ્લસ અને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા દેશના કુલ 4320 જેટલા શહેરોએ ભાગ લીધો હતો.
સુરત શહેર મનપાને વર્ષ 2021માં 5 સ્ટારનું સર્ટીફીકેટ મળ્યું હતું. સતત બે વર્ષ સુધી મનપાએ 5 સ્ટારનું રેટીંગ જાળવી રાખ્યું હતું. વર્ષ 2023માં સુરત મનપાએ 7 સ્ટાર રેટીગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરમિયાન આજે કેન્દ્ર સરકાર દ્વારા સુરત શહેરને 7 સ્ટાર રેટીંગનો એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.7 સ્ટાર રેટીગનું સર્ટીફીકેટ મેળવવા માટે છેલ્લા એક વર્ષ દરમિયાન મનપા દ્વારા સફાઇ પર ભાર મુકવામાં આવ્યો હતો. વખતોવખતો સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મનપાના ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ શહેરીજનોનો ખુબ મોટો સહકાર રહ્યો છે. જેને કારણે આજે સુરત મનપાએ 7 સ્ટાર રેટીંગનું સર્ટીફીકેટ મેળવીને નામના પ્રાપ્ત કરી છે. - શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર
3 શહેરોને 7-સ્ટાર રેટિંગ: દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આજે સુરત શહેરને Water+ સર્ટીફાઇડ અને ગાર્બેજ સીટીમાં 7-સ્ટાર જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારત દેશમાંથી ઇન્ડોર, સુરત અને નવી મુંબઈ એમ ફક્ત 3 શહેરોને 7-સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયો છે. ગુજરાત રાજ્યમાં ફક્ત સુરત શહેરને 7 સ્ટાર રેટિંગ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં 11 જાન્યુઆરી-2023ના રોજ ભારત મંડપમ, ન્યુ દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ-2023ના એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના હસ્તે સુરત સહિતના શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
કઈ બાબતોને ધ્યાનમાં લેવાઈ: ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગની માર્ગદર્શિકા મુજબ કચરાનું વર્ગીકરણ, કુલ ઉત્પન્ન કચરાના પ્રોસેસિંગ માટેની ક્ષમતા, ભીના કચરાનું પ્રોસેસિંગ, સુકા કચરાનું પ્રોસેસિંગ, સી એન્ડ ડી વેસ્ટનું પ્રોસેસિંગ- રીસાયકલીંગ-રિયુઝ, સીટી બ્યુટીફીકેશન, ફોરલેન રોડ ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઈ, જાહેર રસ્તા ઉપર ગ્રીનબેલ્ટ અને કચરાના પ્રોસેસિંગ બાદ પ્રોસેસ રીજેક્ટ કચરાને લેન્ડફીલ ખાતે ડમ્પિંગ વિગેરે પેરામીટર અંતર્ગત ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગના સર્વેમાં સમગ્ર ગુજરાતમાં ફક્ત સુરત શહેરને 7-સ્ટાર જાહેર કરવામાં આવેલ છે. ગતવર્ષે સુરત શહેરને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગમાં 5 સ્ટાર રેટિંગ મળ્યો હતો. સુરત શહેર દ્વારા 5 સ્ટારથી 7 સ્ટાર માટે સીટી બ્યુટીફીકેશન, ડસ્ટ ફ્રી રોડ માટે ફોરલેન રોડ ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઈ, કચરાનું પ્રોસેસિંગ, ઝીરો એન્ક્રોચમેન્ટ જેવા પેરામીટર પર ધ્યાન કેન્દ્રિત કરી સુરત શહેર દ્વારા 7 સ્ટાર રેટિંગ મેળવ્યો છે.
Water+ 1000 ગુણનો સમાવેશ: સ્વચ્છ સર્વેક્ષણ-2023ની માર્ગદર્શિકા મુજબ Water+ સર્ટીફીકેટ માટે ડ્રેનેજ નેટવર્ક, ડ્રેનેજ કનેક્શન, વેસ્ટ વોટરનો પુનઃ વપરાશ, શહેરના વેસ્ટ વોટરનું STP (સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) અને TTP (ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પ્લાન્ટમાં વેસ્ટ વોટરનું પ્રોસેસિંગ જેવા માપદંડના આધારે સર્વે હાથ ધરવામાં આવેલ છે. જેમાં સુરત શહેરને સતત ત્રીજા વર્ષે Water+ સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. સુરત મનપા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણના સર્ટીફિકેશનના 2500 ગુણ મળ્યા હતા. જેમાં 7-સ્ટાર રેટીંગ 1500 ગુણ અને Water+ 1000 ગુણનો સમાવેશ થાય છે. સર્વેક્ષણના બાકી રહેલા 7000 ગુણના આધારે સ્વચ્છ સર્વેક્ષણ-2023માં પસંદગી પામેલા શહેરોની યાદી જાહેર કરવામાં આવશે.