સુરત: મહારાષ્ટ્ર બાદ સુરતમાં સૌથી વધુ રંગેચંગે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. સુરતમાં આયોજિત ગણેશ ઉત્સવ (Ganesh Chaturthi 2022)માટે મહિના પહેલાથી ગણેશજીની પ્રતિમાં બનાવવામાં આવતી હોય છે અને ગણેશજીની (Ganesh Chaturthi)આ પ્રતિમાના કારણે બંગાળથી આવનાર કારીગરોને રોજગારી મળે છે. કોલકાતાથી આવનારા આશરે 15થી વધુ કારીગરો પોતાની સાથે ગંગા નદીની માટી લઈને આવે છે અને મે મહિનાથી જ ગણેશજીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરે છે.
ગણેશ ઉત્સવને લઈને કારીગરો અતિ ઉત્સાહિત - કોરોનના કારણે દેશભરમાં બે વર્ષ સુધી ગણેશ ઉત્સવ(Statue of Ganesha) નિયમ અનુસાર ઉજવવામાં આવ્યા છે. આ વખતે એક કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા ગણેશજીની મોટી પ્રતિમાઓ મૂકવાની પરવાનગી આપવામાં આવી છે. જેને લઇને માત્ર ગણેશ ભક્તો જ નથી પરંતુ સુરતથી હજારો કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળથી આવનાર બંગાળી કારીગરો પણ અતિ ઉત્સાહિત છે. સંજય બાલા છેલ્લા 25 વર્ષથી બંગાળથી સુરત ગણેશજીની પ્રતિમાઓ બનાવવા માટે પોતાના કારીગરો સાથે આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન તેમને સુરતમાં રોજગારી મળે છે. તેમના થકી તેમના પંદરથી વધુ બંગાળી કારીગરો પણ રોજગારી મેળવે છે. ગણેશજીની પ્રતિમા બનાવવા માટે તેઓ બંગાળથી ગંગા નદીની માટી લઈને આવતા હોય છે અને જે પણ ગણેશજીની પ્રતિમા તેઓ બનાવે છે તેમાં માટીનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચોઃ સુરતના ડેન્ટિસ્ટ દ્વારા 201 ડ્રાય કોકોનટથી તૈયાર કરાઇ ગણેશજીની પ્રતિમા
બંગાળી કારીગર તરીકે સુરત આવ્યો - આ અંગે બંગાળી કારીગર સંજય બાલાએ જણાવ્યું હતું કે, સુરત મારા માટે કર્મભૂમિ છે. 25 વર્ષ પહેલા હું એક બંગાળી કારીગર તરીકે સુરત આવ્યો હતો અને સાત વર્ષ બાદ હું અન્ય કારીગરોને રોજગાર આપતા થઈ ગયો છું. પોતાના કારીગરો સાથે હું મે મહિનામાં આવી જાવ છું. ઉત્સવ માટે 80 થી વધુ ગણેશજીની પ્રતિમાઓ હું અને મારા બંગાળ થી આવેલા કારીગરો પોતે બનાવે છે.
આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાની થીમ પર ગણેશજીની પ્રતિમા
આર્થિક સંકળામણના કારણે સુરત આવ્યા - તેઓએ વધુ માં કહ્યું કે, તેઓ ખૂબ જ સામાન્ય ખેડૂત પરિવારથી છે. 25 વર્ષ પહેલા આર્થિક સંકળામણના કારણે તેઓ ગણેશ પ્રતિમા બનાવવા માટે સુરત આવ્યા હતા. ક્યારે વિચાર્યું ન હતું કે સુરત તેમની કર્મભૂમિ બની જશે અને દર વર્ષે તેઓ ગણેશ ઉત્સવના પાંચ મહિના પહેલાથી જ પોતાના કારીગરો સાથે સુરત આવી જતા હોય છે. સરકારે હાલ મોટી પ્રતિમા બનાવવા માટેની પરવાનગી આપી છે તેમ છતાં અમે વધારે મોટી પ્રતિમાન બનાવી રહ્યા નથી કારણકે વધારે મોટી પ્રતિમા હોય તો તે ખંડિત થવાનો ભય હોય છે અને બાપ્પા પ્રતિમા ખંડિત થાય એ અમે નથી ઈચ્છતા.