ETV Bharat / state

Surat Accident News : સુરતમાં સ્કૂલ બસની અડફેટે 7 સાત વર્ષના બાળકનું મોત, ડ્રાયવર પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો - બસ ડ્રાયવર અકસ્માત બાદ ફરાર ન થયો

સુરતના પાલ વિસ્તારમાં સ્કૂલ બસની અડફેટે બાળકનું મોત નીપજ્યું હતું. ગુરુવારે બપોરે બનેલી આ ઘટનામાં બાળકને સારવાર માટે બેત્રણ જગ્યાએ બતાવ્યાં બાદ નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. અકસ્માત કરનાર બસ ડ્રાયવર અકસ્માત બાદ ફરાર ન થયો અને બાળકની સારવાર કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

Surat Accident News : સુરતમાં સ્કૂલ બસની અડફેટે 7 સાત વર્ષના બાળકનું મોત, ડ્રાયવર પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો

author img

By

Published : Feb 17, 2023, 4:53 PM IST

અબ્દુલ રઝાક આલમખાન પોતાની માતા સાથે ગૌરવ પથ રોડ ઉપર શાકભાજી લેવા માટે નીકળ્યા હતો

સુરત : સુરત શહેરના પાલ વિસ્તારમાં ગુરુવારે ગૌરવ પથ રોડ ઉપર સ્કૂલ બસ ચાલકે અડફેટે લેતા બાળકને સારવાર અર્થે તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ મામલે પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પૂરઝડપે આવી રહેલ સ્કૂલ બસ ચાલકે બાળકને અડફેટે લીધો : સુરત શહેરમાં દિવસે દિવસે મોટા વાહન ચાલકો બેફામ બની રહ્યા છે.બેફામ વાહનો ચાલકો ગમે તે લોકો અડફેટે લઇ રહ્યા છે. ત્યારે ગુરુવારે ફરી પછી સ્કૂલ બસ ચાલકે 7 વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શહેરના પાલ વિસ્તારમાં આવેલ ડ્રિમ ફેસ્ટિવલ રેસ્ટોરન્ટની સામે નવી બધાતી બિલ્ડીંગમાં રહેતા 31 વર્ષીય રઝાક આલમખાન જેઓ બિલ્ડીંગ મજૂરીનું કામકાજ કરે છે. તેમનો 7 વર્ષીય છોકરો અબ્દુલ રઝાક આલમખાન પોતાની માતા સાથે ગૌરવ પથ રોડ ઉપર શાકભાજી લેવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અચાનક જ પૂર ઝડપે આવી રહેલી સ્કૂલ બસ ચાલકે બાળકને અડફેટે લીધો હતો અને તેમાં માતા બચી ગઈ હતી.

આ પણ વાંચો વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું પાણીની નીકમાં પડી જતા મોત, Cctv આવ્યા સામે

બાળકનું ટૂંકી સારવાર બાદ મોત : જોકે અડફેટે લેતા બાળક દૂર ફેકાઈ ગયો હતો. ત્યા રબાદ બાળકને સારવાર અર્થે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બેથી ત્રણ હોસ્પિટલમાં બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળક નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા બાળકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. હાલ આ મામલે પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે બસ ડ્રાઈવર ભાગ્યો ન હતો અને તે ઉભો રહ્યો હતો અને તેણે છોકરાને લઈને બેથી ત્રણ હોસ્પિટલ બતાવ્યું હતું.

બાળકની માતાનું નિવેદન : આ બાબતે મૃતક બાળકની માતા રઝિયાખાને જણાવ્યું કે, હું મારા છોકરાને લઈને ગૌરવ પથ ઉપર આવેલ શાકભાજી માર્કેટ પાસે શાકભાજી લેવા જઈ રહી હતી ત્યારે ત્યાંજ રોડ ઉપર સ્કૂલ બસ ચાલકે અમને અડફેટે લીધા હતા.હું તો બચી ગઈ હતી પરંતુ મારો છોકરો દૂર ફેંકાઈ ગયો હતો અને હું ઉભી થઈ એટલે છોકરાને જોઈને રડવા લાગી હતી. અને અકસ્માત થતાં જ લોકો પણ દોડી આવ્યા હતા. એમાં બસ ડ્રાઈવર પણ ભાગ્યો નહીં તો તે ઉભો રહ્યો હતો અને તેણે છોકરાને લઈને બેથી ત્રણ હોસ્પિટલ બતાવ્યું હતું. ત્યાં શું કર્યું મને કશું જ ખબર નથી. ત્યાંથી નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો તો અહીં પણ ડોક્ટરો કઈ કરતા હતા અને ત્યાર બાદ ડોક્ટરે કહ્યું હતું કે, તમારા છોકરાની ડેથ થઈ ચૂકી છે.

આ પણ વાંચો માતાની બેદરકારી કે બાળકનું બચપણું, આખરે બાળકે ગુમાવ્યા પોતાના પ્રાણ

આર્થિક પરિસ્થિતિ સારી નથી : રઝિયાખાને વધુમાં જણાવ્યું કે અમે બે વર્ષ પહેલાં જ સુરત આવ્યા છીએ. અમારું મૂળ વતન બિહાર કિશનગજ ઘાઘરા નયા બસ્તી ગામના છીએ. મારે ત્રણ સંતાનો છે. એમાંથી આ પહેલા નંબરનો છોકરો હતો. એક છોકરી અને એક છોકરો છે. હું અને મારાં પતિ બિલ્ડિંગમાં મજૂરી કામ કરીએ છીએ. અમારી પરિસ્થિતિ સારી ન હોવાને કારણે અમારા છોકરાઓ પણ અભ્યાસ કરતા નથી.

પિતાનું નિવેદન મૃતક : બાળકના પિતા આલમ ખાનએ જણાવ્યું છોકરો મમ્મી જોડે શાકભાજી લેવા માટે નીકળ્યો હતો. મારાં છોકરાને લઈને તેની મમ્મી શાકભાજી લેવા માટે જઈ રહી હતી ત્યારે ભરપૂર ઝડપે બસ આવી રહી હતી. બસ ચલાકે મારાં છોકરાને અડફેટે લેતા છોકરો બાજુમાં ફેંકાઈ ગયો હતો. ત્યારબાદ બસ ચાલક પોતે જ બાળકને ઉંચકી હોસ્પિટલ લઇ ગયો હતો. સ્કૂલ બસ ચાલેક અડફેટે લીધો હતો. જોકે બસ ચાલકે બાળકની તમામ સારવાર થતા અન્ય પ્રકારે સહાયતા કરશે તેમ કહ્યું હતું.

નજરે જોનારનું નિવેદન : આ બાબતે નજરે જોનાર મુલસી દલામેં જણાવ્યું કે, આ ઘટના મારી સામે જ બની હતી અને આ ઘટના લગભગ 12 વાગ્યેની આસપાસ બની હતી. છોકરાનું માથું અર્ધું ફાટી ગયું હતું. બાળકને બેથી ત્રણ હોસ્પિટલમાં બતાવામાં આવ્યા હતા. ત્યાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા અને રાતે 10 વાગ્યે છોકરાની ડેથ થઈ ગઈ હતી. બસ લગભગ 40ની સ્પીડમાં હતી એમાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ છોકરો બચે એમ હતો જ નઈ.

પોલીસ અધિકારીનું નિવેદન : મોડી સાંજે સ્કૂલ બસ ડ્રાઇવર પણ પોતે જ પોલીસ સ્ટેશને હાજર થયા આ બાબતે પાલ પોલીસ સ્ટેશનના આ મામલે તપાસ કરતા અધિકારી હેડ કોન્સ્ટેબલ જયેશકુમાર કાનજીભાઈએ જણાવ્યું કે, આ મામલો ગઈકાલે બપોરે 1 વાગ્યે અમારી સામે આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચ્યા હતાં પરંતુ ત્યાં પરિવાર ન હતો. ફક્ત સ્કૂલ બસ પડી રહી હતી. સ્કૂલ બસ નંબર GJ05 3398 જોકે મોડી સાંજે સ્કૂલ બસ ડ્રાઇવર પણ પોતે જ પોલીસ સ્ટેશને હાજર થયા હતાં. હાલ આ મામલે અમે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.