ETV Bharat / state

રત્ન કલાકારની અદભૂત કળા: ડાયમંડ પર ભારતનો નકશો અને પીએમ મોદીની આકૃતિ - Map of India on Diamond

સુરત: અહીંના રત્ન કલાકારની ડાયમંડ પર અનોખી કળા જોઈ તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. આ યુવકે રિઅલ ડાયમંડને ભારતના નકશાનો આકાર આપી તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ બનાવી છે. યુવાનની ઈચ્છા આ ખાસ ડાયમંડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરવાની છે.

Surat Diamond
રત્ન કલાકારની અદભૂત કળા
author img

By

Published : Jan 12, 2020, 12:27 AM IST

સુરતના યુવક આકાશ સલીયાએ રિઅલ ડાયમંડને ભારત દેશના નકશાનું આબેહૂબ સ્વરૂપ આપીને અનોખી રીતે દેશભક્તિ રજૂ કરી છે. એટલું જ નહીં, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ડાયમંડની આકૃતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીની આકૃતિ ડાયમંડ પર લેસર ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે. યુવાનની ઈચ્છા 1.5 કેરેટના દેશભક્તિ વાળા આ ડાયમંડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને તેમને ગિફ્ટ આપવાની છે.

રત્ન કલાકારની અદભૂત કળા

સુરતના યુવક આકાશ સલીયાએ રિઅલ ડાયમંડને ભારત દેશના નકશાનું આબેહૂબ સ્વરૂપ આપીને અનોખી રીતે દેશભક્તિ રજૂ કરી છે. એટલું જ નહીં, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ડાયમંડની આકૃતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીની આકૃતિ ડાયમંડ પર લેસર ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે. યુવાનની ઈચ્છા 1.5 કેરેટના દેશભક્તિ વાળા આ ડાયમંડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને તેમને ગિફ્ટ આપવાની છે.

રત્ન કલાકારની અદભૂત કળા
Intro:સુરત : શહેરના યુવકની ડાયમંડ પર અનોખી કળા જોઈ તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો..કારણ કે યુવકે રીઅલ ડાયમંડને ભારતના મેપનો આકાર આપીને અંદર વડાપ્રધાનની આકૃતિ બનાવી છે. આટલું જ નહીં માત્ર દોઢ કેરેટના હીરાની અંદર લેસર ઇન્સ્ક્રીપ્શનથી આકૃતિ ઉપસાવવી અને આ ખાસ ડાયમન્ડ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ભેટમાં આપવા માંગે છે...
         
Body:સુરતના યુવક આકાશ સલીયાએ રીઅલ ડાયમંડને ભારત દેશના નકશાનું આબેહૂબ સ્વરૂપ આપીને અનોખી રીતે દેશભક્તિ રજૂ કરી છે. એટલુ જ નહી દેશના વડાપ્રધાનને પણ આ દેશ આકૃતિના ડાયમંડમાં સ્થાન આપ્યુ છે. ડાયમંડ પર લેસરથી આ આકૃતિ તૈયાર કરવામાં આવી છે. દોઢ કેરેટનો આ દેશભક્તિ ભાવના ભરેલો ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ભેટ કરવાની તેની ઇચ્છા છે.

સુરતના કતારગામ ખાતે રહેતા આકાશ સલીયાએ ભારતને સોનામાં નહીં પરંતુ રીઅલ ડાયમંડમાં કંડાર્યુ છે. વર્ષ 2014-15માં તેમણે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્યુલરીના વિદ્યાર્થીકાળમાં એક ત્રણ કેરેટના રીઅલ ડાયમંડને ભારતનો નકશો આપવાનું કામ શરૂ કર્યુ હતું. આ ડાયમંડ વિશે વાત કરતા આકાશ સલીયાએ કહ્યુ કે વર્ષ-1998માં તેના નજીકના સંબંધીએ એક ત્રણ કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો એ સમયે તેની કિંમત 45,000 આસપાસની હતી. 14 વર્ષ પછી એ ડાયમંડ જ્યારે મારા જોવામાં આવ્યો તો મને તેમાં ભારતના નકશાનો ભાસ દેખાયો. એ કદાચ બાળપણથી મારી અંદરની દેશભક્તિની ભાવનાના કારણે પણ હોઇ શકે પરંતુ તે જોયા બાદ મને એ ડાયમંડમાં ભારતનો નકશો બનાવવાનો વિચાર આવ્યો. અને પછી તરત તેના પર કામ શરૂ કર્યુ. જેમાં તેના મિત્ર કેયુરે મદદ કરી.


આ ખાસ ડાયમન્ડ પર રોજે પાંચ કલાક જેટલુ કામ કરીને અંદાજિત બે મહિનામાં ડાયમંડને નકશામાં પરિવર્તીત કર્યો. આ કામ એટલુ આસાન ન હતુ કારણ કે લેસર દ્વારા કામ લેવાનું હતુ અને લેસર દ્વારા હીરો તૂટવાની પણ શક્યતાઓ હતી. જ્યારે ભારતના નકશા સ્વરૃપે ડાયમંડ તૈયાર થયો ત્યારે તેનું વજન 1.46 કેરેટ હતું. જ્યારે નકશો તૈયાર થયો ત્યારે તેને સલામી આપીને સેઇફમાં મૂકી દીધો હતો.

આકાશ સલીયાએ આ દરમિયાન 2017માં ફરી ડાયમંડ સેઇફમાંથી જોવા માટે બહાર કાઢ્યો તો તેને ડાયમંડની અંદર કશુક નવું કરવાની ઇચ્છા થઇ. એ સમયે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન હતાં. મોદીના સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો-બેટી પઢાવો વગેરે દેશલક્ષી કાર્યોથી પ્રભાવિત હોવાના કારણે ભારતના નવા ઘડવૈયા રૂપે ડાયમંડની અંદર નરેન્દ્રમોદીની આકૃતિ બનાવવાનું નક્કી કર્યુ. ફરી લેસર ચાલ્યુ અને એક મહિનાની મહા મહેનત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ પણ ડાયમંડમાં સ્થાપિત થઇ ગઇ. નકશો અને આકૃતિ પહેલા કાચ પર પ્રયોગ કર્યા હતા
આકાશ સલીયાએ કહ્યુ કે પહેલીવાર ડાયમંડમાં ભારતના મેપ આકાર આપવાનો હતો એ પહેલા 10થી 12 વખત કાચ પર કામ કર્યુ હતું જેમાં સફળતા મળ્યા બાદ હીરા પર કામ ચાલુ કર્યુ

માત્ર દોઢ કેરેટના હીરાની અંદર લેસર ઇન્સ્ક્રીપ્શનથી આકૃતિ ઉપસાવવી જે કામ સહેલુ ન હતુ પરંતુ શાંત ચિત્ત અને લગનથી મહેનત કરીને કામ પાર પાડ્યુ હતું કારણ કે વોલ્ટેજ અને ડેપ્થમાં એક પોઇન્ટનો પણ વધારો થઇ જાય તો આખો ડાયમંડ તૂટી જવાની ભરપુર શક્યતાઓ હતી. હવે આ ભારતના નકશામાં મોદી આકૃતિ જડિત ડાયમંડ તેઓ વડાપ્રધાન મોદીને જ ભેટ આપવાની ઇચ્છા ધરાવે છે.

પણ તેમાં ધારી સફળતા મળતી ન હતી કારણ કે કાચ અને હીરાની હાર્ડનેસમા ખુબ મોટુ અંતર રહેલુ છે. આખરે રીસ્ક લઇને હીરા પર કામ કર્યુ હતું. એ જ રીતે નરેન્દ્ર મોદીની આકૃતિ ઉપસાવતી વખતે પણ લેસર પહેલા આ રીતે જ કાચ પર પ્રયોગ કરવામાં આવ્યા હતાં.

Conclusion:સિન્થેટીક ડાયમંડની એક ટોળકી રીઅલ ડાયમંડના બિઝનેસનો નેગેટીવ પ્રચાર કરવામાં લાગેલી છે. હકીકતમાં મને ખબર છે ત્યાં સુધી રીઅલ ડાયમંડમાં બાળમજૂરી કે બ્લડ ડાયમંડ જેવુ કશુ નથી આ મેસેજ વડાપ્રધાન સુધી પહોંચે તેમજ લોકો ફરી રીઅલ ડાયમંડના વ્યવસાય તરફ વળે એવી લાગણી છે એ હેતુથી પણ હું આ ડાયમંડ વડાપ્રધાનને રૂબરૂ મળીને ભેટ કરવા ઇચ્છુ છુ.

વાઈટ : આકાશ સલીયા
બાઈટ : કેયુર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.