સુરત ગઈ કાલે સરથાણામાં ટ્યુશન કલાસમાં ભીશણ આગ લાગવાની કરૂણ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ પૈકી 17 વિદ્યાર્થીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.તો બીજી તરફ ગાંધીનગરથી મોડી રાત્રે ચીફ સેક્રેટરી સહિતની ટિમ સુરત આવી પોહચી છે.
ઘટના અંગે ચીફ સેક્રેટરી દ્વારા સુરત ખાતે મહત્વની બેઠક યોજવામા આવશે. જેમા સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ અને ફાયર વિભાગ ટીમ સાથે મીટિંગ યોજી શહેરમાં ફાયર સેફટી વિના ધમધમતા કલાસીસ સામે કડક કાર્યવાહી લાવામાં આવશે જનો બેઠકમાં નિર્ણય લેવાશે.