સુરતઃ રાજ્યમાં અને શહેરોમાં હાલ કોરોના કારણ કે, હાલ સ્કૂલ-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે પરીક્ષાઓમાં અમુક વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ આપનાવામાં આવતી હોઇ છે, જ્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઇન પરીક્ષા નિરીક્ષક અને તેમની ટીમ દ્વારા ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ અપનાવનાર 400થી વધુ વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઓનલાઇન પરીક્ષામાં 400થી વધુ વિદ્યાર્થીઓ ઝડપાયા
રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓમાં હાલ ઓનલાઈન પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે સુરત શહેરમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઓનલાઇન પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે થોડા દિવસો અગાઉ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઇન પરીક્ષા નિરીક્ષક અને તેમની ટીમ દ્વારા ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ અપનાવનાર 400થી વધુ વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે આ વાતથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને કરતા કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી રવામાં આવી હતી. અને તેમના વિરુદ્ધ કેસ પણ કરવામાં આવ્યા હતો.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી આવી સામે
પરીક્ષા નિરીક્ષકોની 29 જણાનો સ્ટાફ તૈનાત કરાયો
VNSGUના પરીક્ષા નિરીક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઇન પરીક્ષા નિરીક્ષક આઈ.વી.પટેલ દ્વારા એમ જણાવામાં આવ્યું છે કે, અમે જ્યારે પરીક્ષા લેવાની હોય છે ત્યારે ટીમમાં કુલ 29 જણાનો સ્ટાફ છે તથા 5 ઉપ-ઓનલાઇન પરીક્ષા નિરીક્ષક હોય છે. જેઓ પરીક્ષા નિરીક્ષક ઉપર ધ્યાન આપતા હોય છીએ. ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થી પાસે એક જ સ્માર્ટ ફોન રહેવું જોઈએ. જો કોઈ બીજો મોબાઈલ ઓનલાઇન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના હાથમાં જોવા મળે તો પરીક્ષા નિર્દેશક દ્વારા તેની લોગિન આઇડી ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જેથી ઓનલાઇન પરીક્ષા આપનારા વિદ્યાર્થીની લોગીન આઈડી આપો આપ બંધ થઈ જશે અને તે વિદ્યાર્થી ફરીથી આ લોગીન આઈડી ઉપરથી પરીક્ષા આપી શકશે નહીં.
ઓનલાઇન પરીક્ષામાં 8-10 જેટલા વિદ્યાર્થીઓ પકડાઈ રહ્યા
તે વિદ્યાર્થીને યુનિવર્સિટી આવું પડશે. અને જ્યારે જે વિદ્યાર્થી આવશે વિદ્યાર્થીની ડિટેલ અમારી પાસે હશે અને વિદ્યાર્થી પાસેથી લોગીન આઈડી શા માટે બંધ થઈ તેનું કારણ જાણવા માટે અમે પ્રયત્ન કરીશું તથા જો એ વિદ્યાર્થી સાચું બોલશે તો એ વિદ્યાર્થીને લોગિન આઈડી રિ-લોગિન કરીને આપી દેવામાં આવશે પરંતુ હજી પણ રોજના ઓનલાઇન પરીક્ષામાં 8-10 જેટલા વિદ્યાર્થીઓ પકડાઈ રહ્યા છે. વધુમાં જો ઓનલાઇન પરીક્ષા આપનારા વિદ્યાર્થી સાથે કોઈ પણ બેઠું હોય અને ઓનલાઇન પરીક્ષા નિરીક્ષકને શંકા જાય તો તે નિરીક્ષક દ્વારા અમે જાણ કરવામાં આવે છે, ત્યારબાદ તેમની લોગીન આઈડી ઉપર જે કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા માટે બે દિવસ મોક ટેસ્ટ લેવાશે
ગેરરીત અપનાવનારા વિદ્યાર્થીઓ સવાધાન કરવા કાર્યવાહી
VNSGUના કુલપતિ દ્વારા એમ જણવામાં આવ્યું હતું કે, ઓનલાઇન પરીક્ષા બાબતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, ઓનલાઇન પરીક્ષા માટે અમારી પાસે ખાસ એવું સોફ્ટવેર છે કે, જેનાથી ઓનલાઇન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પર બાજ નજર રાખી શકાય. ઓફલાઈન પરીક્ષાઓની વાત કરવામાં આવે તો અપમાન પરીક્ષાઓમાં તો એકથી બે શિક્ષકો હોય છે. પરંતુ હાલ ઓનલાઈન પરીક્ષામાં પરીક્ષા નિરીક્ષકની ટીમ દ્વારા ઓનલાઇન પરીક્ષામાં ગેરરીત અપનાવનાર વિદ્યાર્થીઓને તરત ઝડપી પાડે છે.એમાં પછીને જે કાર્યવાહી હોય તે યુનિવર્સિટીની ટેકનિકલ વિભાગને સોંપવામાં આવે છે. અને તેમના દ્વારા જે કહેવા મુજબની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.