ETV Bharat / state

Surat News: વરસાદ ખેંચાતા માંગરોળ તાલુકામાં સોયાબીનનો પાક નષ્ટ - તા માંગરોળ તાલુકામાં સોયાબીનનો પાક નષ્ટ

સુરતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. માંગરોળ તાલુકામાં સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ન પડતાં પાકમાં જીવાત પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાયો હોય તેવી સ્થિતિ બની છે. ખેડૂતોની સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી છે.

soybean-crop-destroyed-in-mangrol-taluka-due-to-heavy-rains

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 8:40 AM IST

માંગરોળ તાલુકામાં સોયાબીનનો પાક નષ્ટ

સુરત: જગતનો તાત પહેલીથી જ મુશ્કેલીઓનો સામનો કરતો આવ્યો છે ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો ઉપર એક મોટી આફત આવી પડી છે. સુરત જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય બની છે. વરસાદે વિરામ લેતાં માંગરોળ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી.

પાકમાં જીવાતો પડી
પાકમાં જીવાતો પડી

પાકમાં જીવાતો પડી: હાલ ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે. ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી પરંતુ ચાલુ વર્ષે સારો વરસાદ ન પડતાં ખેડૂતોના ઊભા પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે.

પાકમાં જીવાતો પડી
પાકમાં જીવાતો પડી

'છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાયો છે. જેને લઇને ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે. વરસાદ ખેંચાતા સોયાબીનના પાકમાં જીવાતો આવી ગઈ છે. આ જીવાતો પાકને નષ્ટ કરી રહી છે. આ પંથકમાં મોટા ભાગના ખેડૂતો વરસાદ પર જ નિર્ભર છે. સરકાર ખેડૂતોને સહાય કરે તેવી માંગ છે.' -કેતન ભાઈ, ખેડૂત આગેવાન, સુરત

સોયાબીનની ખેતીમાં નુકસાન: માંગરોળ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી પર જ નિર્ભર છે. ખેતીમાં જે પણ આવક થાય તેના પર તેઓ આખા વર્ષનું આયોજન કરતાં હોય છે. સમયસર પધરામણી કરેલ મેઘરાજાએ ઓગસ્ટ મહિનામાં રિસામણા કરતા હાલ તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને હાલ તો આખું વર્ષ ફેલ ગયું છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવતો છે. સરકાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ પાસે તાત્કાલિક સર્વે કરાવી તાત્કાલિક વળતર ચુકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

  1. Surat News: ડાંગર અને શેરડીના પાકને બચાવવા ઉકાઈ ડેમમાંથી 7000 ક્યુસેક પાણી છોડાયું
  2. Gujarat Rain Forecast : ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી, ખેડૂતોમાં હરખ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.