ETV Bharat / state

Surat News: ડુપ્લીકેટ માર્કશીટનું વધુ એક સ્કેમ એક્સપોઝ, બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા હોવાનો પણ ખુલાસો - Aadhaar card pancard also revealed

એક ડમી ગ્રાહક મોકલીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ સુરતમાં ચાલતા બોગસ માર્કશીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. માત્ર 5000 રૂપિયામાં આરોપીઓ બોગસ માર્કશીટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવીને આપતા હતા. એસઓજીએ આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ આરોપીઓ પાસેથી 1.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

scam-exposed-of-duplicate-marksheet-bogus-driving-license-aadhaar-card-pancard-also-revealed

author img

By

Published : Jul 17, 2023, 4:12 PM IST

ડુપ્લીકેટ માર્કશીટનું વધુ એક સ્કેમ એક્સપોઝ

સુરત: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કેટલાક લોકો બોગસ આધારકાર્ડ, માર્કશીટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે એક ડમી ગ્રાહક મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 131 પ્રકારના અનેક બોગસ દસ્તાવેજ જપ્ત કર્યા છે. પાંડેસરા વિસ્તારમાં આ લોકો સોલાર કમ્પ્યુટર નામની દુકાન ધરાવતા હતા. જે લોકો પાસે કોઈ પણ પ્રકારના પુરાવા ન હોય તેવા લોકોને આ લોકો બોગસ માર્કશીટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવીને આપતા હતા.

ફોટોશોપ સોફ્ટવેરની મદદથી બોગસ ડોક્યુમેન્ટ્સ: પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારે આરોપી કમ્પ્યુટરના માધ્યમથી બોગસ ઓળખના પુરાવા બનાવી આપતા હતા. આરોપીઓ ફોટોશોપ સોફ્ટવેરની મદદથી બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી ડોક્યુમેન્ટ્સ તેમજ માર્કશીટ બનાવીને લોકોને આપતા હતા. ચારે આરોપીમાંથી બે ગ્રેજ્યુએટ અને બે 12 પાસ છે. બે આરોપીઓએ ખાસ આ બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે ફોટોશોપ પણ શીખ્યા છે. તે મૂળ યુપીના રહેવાસી 37 વર્ષીય મન્ટુકુમાર સિંહની ધરપકડ કરી છે. તેની સાથે 23 વર્ષીય અખિલેશ પાલ 20 વર્ષીય મયંક મિશ્રા અને 31 વર્ષીય સંજીવ નિષાદની ધરપકડ કરી છે.

'સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બોગસ માર્કશીટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનો રેકેટ અંગે અમને જાણકારી મળી હતી. જેથી અમે બોગસ ગ્રાહક મોકલીને તેની ખાતરી કરી હતી અને ત્યારબાદ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપી માત્ર 5000 રૂપિયામાં લોકોને બોગસ માર્કશીટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવીને આપતા હતા.' -રાજદીપસિંહ નકુમ, ડીસીપી

મુદ્દામાલ જપ્ત: સમગ્ર મામલે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી 1.55 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. માત્ર માર્કશીટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જ નહીં પરંતુ આ લોકો ઇ- શ્રમ કાર્ડ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ સહિત પાનકાર્ડ પણ બનાવીને આપતા હતા. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

  1. Surat News: હિંદુ નામના બોગસ આધારકાર્ડ બનાવીને કાપડની દુકાન ચલાવતા ઈસમની ધરપકડ
  2. Kheda News: મિજબાની માટે ગૌવંશની હત્યા કરનાર બે આરોપીઓને સાત વર્ષની સજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.