સુરત: કોઈએ વિચાર્યું ન હતું કે ત્રિપુરાના એક નાના ગામની મહિલાઓ દ્વારા તૈયાર બામ્બુની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓને સુરતમાં અકલ્પનીય પ્રેમ મળશે. સુરત શહેરમાં આયોજિત પ્રથમ વાર સરસમેળામાં જ્યારે લોકોએ બામ્બુની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ જોઈ તો પોતાને ખરીદી કરતા રોકી શક્યા નહોતા. કારણ કે આ જે ખાસ બાબુંની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે તે ત્રિપુરાની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. બામ્બુમાંથી અનેક પેદાશોની ટ્રેનિંગ લઈ ત્રિપુરાની દસ મહિલાઓ દ્વારા એક મંડળની રચના કરવામાં આવી હતી અને તેઓ વર્ષ 2021 થી અનેક મેળાઓ થકી તેનું વેચાણ પણ કરી રહ્યા છે. તેમના આ મંડળનું નામ લકી એસએસજી મંડળ છે અને આ મંડળ ઘરને સુશોભિત થાય તેવી વિવિધ વસ્તુઓ બાંબુ થી તૈયાર કરે છે.
Micro Miniature Painting: હસ્તકલાના પ્રદર્શનમાં માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર
આદિવાસી હેન્ડલુમ પોશાક પણ તૈયાર કરે છે: રૂપિયા 30 થી લઈને 1500 સુધીની બામ્બુની વસ્તુઓ બનાવનાર અંજના દાસ અને તેમની ટીમ દ્વારા બામ્બુમેડ સ્ટીલ બોટલ પણ ખાસ તૈયાર કરવામાં આવી છે. આ સિવાય તેઓ બાબું માંથી ફળ શાકભાજી બાસ્કેટ, વાળની ક્લિપ, નાઈટ લેમ્પ, બેગ, ફુલદાની, ફોટો ફ્રેમ, વોલ હેંગિંગ અને કાસકા જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે. આ બામ્બુ થી તૈયાર વસ્તુઓની ખાસિયત હોય છે કે તે ઉચ્ચકક્ષાની ક્વોલિટી ધરાવે છે અને કિંમતમાં પણ સસ્તી હોય છે તેમજ ત્રિપુરાની આદિવાસી પરંપરાની ઝલક દર્શાવે છે. આ તમામ બહેનોએ સરકારની લાઇફલી હુડ મિશન યોજના હેઠળ ટ્રેનિંગ લીધી છે. સાથે તેઓ ત્રિપુરાનો પારંપરિક આદિવાસી હેન્ડલુમ પોશાક પણ તૈયાર કરે છે અને તેનું વેચાણ પણ કરતા હોય છે.
હસ્તકલાને જીવંત રાખવા મહિલાઓએ કૉન્સેપ્ટ ક્રાફ્ટ નામનો પ્રોજેક્ટ કર્યો શરૂ
સુરતના લોકોએ વોકલ ફોર લોકલની વસ્તુઓ ખરીદી: લકી મંડળના સ્ટેટ કોર્ડીનેટર પીન્ટુ ભોમીકે જણાવ્યું હતું કે, સુરતમાં જે પ્રતિસાદ મળ્યો છે તે અપેક્ષાથી પણ વધારે છે. અમે વિચાર્યું પણ નહોતું કે સુરત અમને આટલો પ્રેમ આપશે. બાબુંની હેન્ડીક્રાફ્ટ વસ્તુઓના વેચાણથી 1.11 લાખથી પણ વધુ અમે કમાણી કરી છે. સરકાર દ્વારા જે પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે તેના કારણે અમે અમારી પરંપરાગત કળા ને દેશભરમાં રજૂ કરી શકીએ છે અને જે રીતે સુરતના લોકોએ વોકલ ફોર લોકલ ની વસ્તુઓ ખરીદી છે તેનાથી ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના ને વેગ મળ્યો છે. સરકાર અમને વિના મૂલ્ય રહેઠાણ અને સ્ટોલની તેમજ મુસાફરી માટેની પણ વ્યવસ્થા કરી આપે છે.