રત્નકલાકાર સંઘના જણાવ્યાન પ્રમાણે, ઓએફહીમાં કામ કરતા આશરે 100 જેટલા કારીગરોનો 20 લાખ જેટલો પગાર બાકી છે અને પેઢીના માલિકનો મોબાઈલ પણ બંધ હોવાથી સંપર્ક થઈ શક્યો નથી.
હીરા વેપારીઓની માહિતી અનુસાર, કતારગામના ગોટાલાવાડી વિસ્તારના ડાયમંડ હાઉસના છઠ્ઠા માળે મેથલી ડાયમંડ નામથી પેઢી આવેલી છે. આ પેઢીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ આશરે 100 જેટલા રત્નકલાકારો ફરજ બજાવે છે. જે રત્નકલાકારોનો આશરે દોઢ માસનો પગાર પણ બાકી છે. ડાયમંડ પેઢીના માલિક જય ધામેલીયાએ એકાએક પેઢી બંધ કરી નાખી છે સંપર્ક વિહોણા બન્યા છે. રત્નકલાકારો સાથે વાતચીત કર્યા બાદ તમામ રત્નકલાકારોને ખાતાએ બોલાવી જય ધામેલીયા પોતે આવ્યા ન હતો.જેથી રત્નકલાકારોએ સુરત રત્નકલાકાર સંઘને રજુઆત કરવા પહોંચ્યા હતા.
પેઢીના માલિક પાસેથી નાણા લેણા નીકળતા હોવાથી લેણદારો પણ કારખાને આવ્યા હતા અને તાળું તોડી સામાન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પેઢીના ભાગીદારો દ્વારા કતારગામ પોલીસને જાણ કરવામાં અવી હતી. પેઢીમાં કામ કરતા આશરે 100 જેટલા રત્નકલાકારો 20 લાખ જેટલો પગાર બાકી છે. આ ઘટનાને કારણે રત્નકલાકારો સામે બેરોજગારીનો પ્રશ્ન તો ઉપસ્થિત થયો છે, સાથે જ પગાર ન મળવાથી આ કાળઝાળ મોંઘવારીમાં રત્નકાલાકારો મુશ્કેલીમાં મુકાયા છે.