ETV Bharat / state

સુરતના રીક્ષા ચાલકે દાખવી ઇમાનદારી

author img

By

Published : Jan 17, 2022, 8:08 PM IST

સુરતના ડીંડોલી સ્થિત મહાદેવ નગર ખાતે રહેતા 66 વર્ષના મધુબેન પટેલ મૃત પતિના પેન્શનના (Pension Scheme) રૂપિયા ભેગા કર્યા હતા. જેમાંથી તેઓ ઘર બનાવાનું સ્વપન જોયું હતું. આ સપનાને પુરા કરવા માટે તેઓ બેંકમાં પૈસા લેવા ગયા અને ઘરે આવવા માટે રીક્ષા કરી જેમાં તે બેગ ભુલી ગયાં હતાં. આ વાતની મધુબેનને જાણ થતા ખટોદરા પોલીસ મથકે (Khatodara Police station) જાણ કરી તપાસ હાથ ઘરી હતી.

સુરતના રીક્ષા ચાલકે દાખવી ઇમાનદારી
સુરતના રીક્ષા ચાલકે દાખવી ઇમાનદારી

સુરત: સુરતના ડીંડોલી સ્થિત મહાદેવ નગર ખાતે રહેતા 66 વર્ષના મધુબેન પટેલ મૃત પતિના પેન્શનના (Pension Scheme) રૂપિયા ભેગા કર્યા હતા. જેમાંથી તેઓ ઘર બનાવાનું સ્વપન જોયું હતું. આ સપનાને પુરા કરવા માટે તેઓ બેંકમાં પૈસા લેવા ગયા અને આશરે 2 લાખ રૂપિયા જેટલી કિંમત બેગમાં નાંખી રીક્ષામાં બેઠા અને તેઓ ઉધના દરવાજા ખાતે રીક્ષામાંથી ઉતરી ગયા હતા અને પૈસાની ભરેલી બેગ પોતે રીક્ષામાં જ ભુલી ગયાં હતાં.

રીક્ષા ચાલકની ઈમાનદારી અને પ્રમાણિક

66 વર્ષના વૃધ્ધ પૈસાની બેગ ન મળતા તેઓ ચિતાંતુર થઇ ઉઠ્યા હતા. પતિના પેન્શનની રકમ નહીં મળતાં ગભરાયેલા મધુબેન ખટોદરા પોલીસ મથકે પહોચ્યા હતા. પોલીસએ CCTV કેમેરાના આધારે રિક્ષા ચાલકની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન ઈમાનદાર અને પ્રમાણિક રીક્ષા ખુદ સામેથી ચાલીને રૂપિયા લઈને પરિવાર સાથે પોલીસ મથકે આવવા નીકળ્યો હતો. રીક્ષા ચાલક ખટોદરા પોલીસ મથકે (Khatodara Police station) પહોચ્યો અને અહી રીક્ષા ચાલકે 2 લાખની રોકડ વૃદ્ધાને પરત કરી હતી.

રૂપિયા જોઇને હું ચોકી ઉઠ્યો

રીક્ષા ચાલક અશોક સુદામ ખરાઈએ જણાવ્યું હતું કે, હું આ રૂપિયા ભરેલી બેગ જોઇને ચોકી ઉઠ્યો હતો. જેથી મેં તાત્કાલિક મારા દીકરાને ફોન પણ કર્યો હતો અને પૈસા લઈને પોલીસ મથકે જવાની તૈયારી કરી હતી. 2 લાખ કરતા મારી ઈમાનદારી મોટી છે. કોઈ ના પૈસા ખાઈને હું કોઈ મોટો આદમી થઇ જવાનો નથી, માસીનું દુઃખ મોટું છે. હું ભગવાનનો આભાર માનું છું કે, રીક્ષામાં માસીનું બેગ સલામત રહ્યું અને જો આ બેગ કોઈ અન્ય વ્યક્તિ લઇ જાત તો મને બહુ દુ:ખ થાત પણ આખરે માસીને તેના પૈસા પરત મળી ગયા તે વાતની બહુ ખુશી છે.

આ પણ વાંચો:

Drugs Chapter: સૌરાષ્ટ્રના 1200 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે ઈસમોને ATS એ ઝડપી પાડ્યા

Arrest of Mahidharpura Robbers : 1.63 કરોડની લૂંટ કેસમાં 3 આરોપીની ધરપકડ, કેવી રીતે કરી હતી લૂંટ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.