સુરત : ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે મીઠાઈની દુકાન પર ભારે ભીડ જોવા મળી રહી છે. મીઠાઈ ખરીદવા માટે ભાઈ બહેનોની લાંબી લાઈન જોવા મળે છે. જેના કારણે મીઠાઈ વિક્રેતાઓએ ટોકન સિસ્ટમ ચાલુ કરી છે. બીજી બાજુ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી સુરતમાં ચાર પ્રકારની ખાસ મીઠાઈ બનાવવામાં આવી છે જેમાંથી એક લીંબુનો ટેસ્ટ ધરાવે છે. જેનું ખાસ નામ લેમન પલ્પ રાખવામાં આવ્યું છે. આમ તો ખાવામાં આ મીઠાઈ મીઠી છે પરંતુ ભાઈ બહેનના સંબંધની જેમ આની અંદર પણ ખટ્ટો મીઠો સ્વાદ આવશે.
અવનવી મીઠાઈઓ આવી : રક્ષાબંધનના પર્વ પર સુરત ખાતે ચાર એવી મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે જેનું નામ સાંભળીને મોઢામાંથી પાણી આવી જશે. મીઠાઈ આમ તો ડ્રાયફ્રૂટ્સ, ચોકલેટ અન્ય ફ્લેવરની તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ સુરત ખાતે ખાસ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને લીંબુનો સ્વાદ આપતી એક મીઠાઈ તૈયાર કરાઈ છે. આ મીઠાઈનું નામ લેમન પલ્પ છે. જેમાં ભાઈ બહેનના સંબંધની જેમ ખાતો મીઠો સ્વાદ મળશે. આ ઉપરાંત અન્ય ત્રણ ફ્લેવર પણ જોવા મળે છે રક્ષાબંધનનો તહેવાર હોય અને મીઠાઈ ન હોય એ શક્ય જ નથી આ જ કારણ છે કે તેના એક દિવસ પહેલા જ મીઠાઈની દુકાન પર ભારે ભીડ જોવા મળી રહી છે. એક એક ગ્રાહકને 20 થી લઈને 30 મિનિટ સુધી રાહ જોવી પડી રહી છે જેથી મીઠાઈના દુકાનદારોએ ટોકન સિસ્ટમ પણ રાખી છે.
આ સાથે અમે રેડ વેલ્વેટ મીઠાઈ લઈને આવ્યા છીએ. ત્રીજો લેમન પ્લપ લઈને આવ્યા છે આ મીઠાઈ ની અંદર લેમન ફ્લેવર મળશે. ખૂબ જ નવું અને ફ્રેશ કહી શકાય. આખિરમાં બેરી બસ્ટ મીઠાઈ ફ્લેવર બનાવી છે. જેમાં ઘણી બધી બેરીઝ ને મિક્સ કરીને નટ લેયર આપ્યું છે. આ લેયર ને ડાર્ક ચોકલેટ સાથે મિક્સ કરીને નવી ફ્લેવર બનાવી છે. લેમન પલ્પ મીઠાઈ ફ્લેવરની વાત કરવામાં આવે તો શરૂઆતમાં ખાધા પછી હેઝલ નટ ફ્લેવર આવશે અને હેઝલ નટ ફ્લેવર નીકળી જશે ત્યારે સ્લાઇડ લેમનનો ટેસ્ટ આવશે. લેમન ચીઝ કેક ફ્લેવરમાં જ આ મીઠાઈ તૈયાર કરવામાં આવી છે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને ખાસ ચાર ફ્લેવરમાં મીઠાઈ તૈયાર કરાઈ છે. ચારેય 1200 રૂપિયા કિલો છે...બ્રિજ મીઠાઈવાલા (વેપારી)
કોફી વિથ યોર સિસ્ટર : મીઠાઈ વિક્રેતા બ્રિજ મીઠાઈવાળાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પર્વને લઈ હાલ દુકાન પર ખૂબ મોટી લાઈન છે. અમને અગાઉથી જ ખબર હતી કે રક્ષાબંધનના પર્વ પર મોટી સંખ્યામાં લોકો મીઠાઈ ખરીદવા માટે આવશે. આ માટે અગાઉથી જ આ માટે પ્લાનિંગ કરી લીધું હતું. આ વખતે નવા ફ્લેવર માટે અમે ચાર ખાસ મીઠાઈઓ બનાવી છે. નવું કોન્સેપ્ટ અમે લાવ્યા છે 'કોફી વિથ યોર સિસ્ટર', આ ખાસ ફ્લેવર થકી અમે તમામ ભાઈઓને રિક્વેસ્ટ કરીએ છીએ કે બહેન સાથે કોફી પીવા માટે જાય, બહેનો સાથે વાત કરો માટે આ મીઠાઈનું નામ કોફી વિતરણ રાખવામાં આવ્યું છે. આ મીઠાઈ ખવડાવીને બેનને પૂછી શકો છો કે બેન તું ઠીક છે કે નહીં ?
ટોકન સિસ્ટમ બહાર પાડવામાં આવી : સાથે તેઓએ જણાવ્યું હતું કે આ વખતે ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટોકન સિસ્ટમ બહાર પાડવામાં આવી છે. જે પણ ગ્રાહકો મીઠાઈ લેવા આવે છે, તેમને વધારે સમય લાઈનમાં ઊભા રહેવુ ન પડે આ માટે અમે ટોકન આપી રહ્યા છે. અહીં લાંબી લાઈનો પણ લાગી છે, આ વખતે મીઠાઈની કિંમતની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારે વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ જે મીઠાઈઓમાં ડ્રાયફ્રુટ વપરાય છે તેમની અંદર 30થી 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.