લીંબાયત વિસ્તારમાં આવેલી સમ્રાટ ઇન્ડસ્ટ્રિસ વિભાગ 2માં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. બે લુમ્સ માલિક અને કારીગરો વચ્ચે શૌચાલય બનાવવાના મુદ્દે મારામારી થઈ હતી. સમ્રાટ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના પ્રમુખ શૌચાલય બાબતે બોલવા જતા તેમને માર મારવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ ફરિયાદી નવીન પટેલને 16મીએ ધમકી આપનારા વ્યક્તિઓમાં શૈલેષ દરબાર, કમલેશ સમજી અને કાનૂજીએ 'તને મારવો છે બસ' એમ કહ્યું હતું.
સમગ્ર મામલો લીંબાયત પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.