ETV Bharat / state

ASI હાર્ટ સર્જરી કરીને આવ્યા છતાં PSI માનસિક ત્રાસ આપતા હતા: ASI પરિવારનો આક્ષેપ - surat crime news

ભીલાડ પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઈટર એ.એસ.આઇ રતિલાલ ગાવિતના આપઘાત પ્રકરણમાં પોલીસે તપાસ શરૂ કરી છે.આ ચકચારી આપઘાત પ્રકરણમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામિતના પરિવાર દ્વારા PSI રાજદીપસિંહ વનાર સામે થયેલા આક્ષેપોને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે DYSP દ્વારા તપાસ શરૂ કરાઇ છે. જોકે, રાજદીપસિંહ વનાર સામે કડક કાર્યવાહી થાય અને ફરિયાદ દાખલ થાય આ માટે રતિલાલ ગાવિતના પરિવારજનો સુરત રેન્જ આઈજીને પણ ટૂંક સમયમાં મળશે.

ASI રતિલાલ કેસ : PSI રાજદીપ વનારના માનસિક ત્રાસથી પોલીસ કર્મીએ કર્યો આપઘાત

author img

By

Published : Jan 21, 2021, 7:01 AM IST

Updated : Jan 21, 2021, 2:22 PM IST

  • ASI રતિલાલ ગાવિતના આપઘાત પ્રકરણ મામલો
  • પરિવારે રાજદીપસિંહ વનાર સામે આક્ષેપ લગાવ્યા
  • રાજદીપસિંહ વનાર સામે પોલીસ તપાસ ચાલુ

સુરત : ભિલાડ પોલીસ સ્ટેશનના ક્રાઈમ રાઈટર ASI રતિલાલ ગાવિતના આપઘાત પ્રકરણમાં પોલીસે તપાસ શરૂ કરી છે.આ ચકચારી આપઘાત પ્રકરણમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામિતના પરિવાર દ્વારા PSI રાજદીપસિંહ વનાર સામે થયેલા આક્ષેપો ને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે DYSP દ્વારા તપાસ શરૂ કરાઇ છે. જોકે, રાજદીપસિંહ વનાર સામે કડક કાર્યવાહી થાય અને ફરિયાદ દાખલ થાય આ માટે રતિલાલ ગાવિતના પરિવારજનો સુરત રેન્જ આઈજીને પણ ટૂંક સમયમાં મળશે.

ASI પરિવારના PSI પર આક્ષેપના કારણે સર્જોયો વિવાદ

ભિલાડ પોલીસ સ્ટેશનના PSI રાજદીપ વનાર વિવાદનું બીજુ નામ બની ગયા છે. પોતાના જ પોલીસ સહકર્મી ASI ઉપર માનસિક ત્રાસ આપવાના ગંભીર આરોપ તેમની ઉપર લાગ્યા છે. 16 મી જાન્યુઆરીના રોજ પોલીસ સ્ટેશનના ASI રતિલાલ ગામિતે ભિલાડ પોલીસ લાઈન ખાતે આવેલા પોતાના નિવાસસ્થાનમાં જ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બાદ પરિવારજનો ઉપર જાણે આભ ફાટી પડ્યું હતું. છેલ્લીવાર તેઓએ પત્ની હંસા ગાવીતને મોબાઈલ પર ફોન કરી જણાવ્યું હતું કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ વનાર દ્વારા અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવે છે અને કારણ વગર વારંવાર અપમાનિત કરવામાં આવે છે.

પરિવારના આક્ષેપ અનુસાર: વલસાડ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાજદીપસિંહ ઝાલાને જે ફરિયાદ કરી છે તે સાંભળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ વનારની નિર્દયતા સામે આવે છે. એક હૃદય રોગી પોલીસકર્મી કે, જે હાલ જ સર્જરી કરાવી ડ્યુટી પર આવ્યો હતો. તેને એટલી હદે ખોટી રીતે હેરાન કરવામાં આવતો હતો કે ,તે રાત્રિના સમયે પોતાના ઘરે પરિવાર પાસે પણ જઇ શકતા નહોતા તેમજ સમયસર જમી પણ શકતા નહોતા.

તેઓ રોજે પોતાના ઘરે જઈ શકતા નહોતા

રતિલાલ ગામીતની પત્ની હંસાબેન ગામીતે જણાવ્યું હતું કે, જ્યારથી PSI રાજદીપસિંહ વનાર પોલીસ સ્ટેશનના ચાર્જમાં આવ્યા ત્યારથી જ તેઓ અવાર-નવાર રતિલાલ ગામીતને હેરાન કરતા હતા. તેમને જે જવાબદારી આપવામાં આવી હતી તેના કરતાં વધારે કામ રાજદીપસિંહ વનાર તેમને હેરાન કરવાના હેતુથી સોંપતા હતા. અગાઉ રોજે તેઓ ધરમપુર ખાતે પોતાના પરિવાર પાસે જતા હતા.પરંતુ જ્યારથી વનારની પોસ્ટિંગ ભિલાડ ખાતે થઈ ત્યારથી તેઓને એટલી હદે ખોટો વર્કલોડ આપવામાં આવતો હતો કે, તેઓ રોજે પોતાના ઘરે જઈ શકતા નહોતા. તેમના પત્નીએ જણાવ્યું હતું કે, વનાર પોતાનું કામ પણ રતિલાલ પાસે કરાવતા હતા. જ્યારે પણ ફોન કરીએ ત્યારે તેઓ કહેતા હતા કે, હું કામમાં છું સાહેબે કામ આપ્યું છે. અનેકવાર રાત્રીના એક વાગ્યા પછી તેઓ જમતા હતા. આટલી હદે તેમને કામ સોંપવામાં આવતું હતું.

ફેશ મેકર સારી રીતે કામ ન કરતા ડોકટરે તેમને સર્જરીની સલાહ આપી

પત્ની હંસાબેને જણાવ્યું હતું કે, દિવાળીના બે દિવસ પહેલા જ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાર્ટ સર્જરી થઈ હતી. નવ વર્ષ પહેલા તેમને હ્દયમાં સ્ટેન્ડ નાખવામાં આવ્યું હતું. જેનું ફેશ મેકર સારી રીતે કામ ન કરતા તેમને ડોક્ટરે સર્જરીની સલાહ આપી હતી. સર્જરી બાદ તેઓ એક મહિના સુધી સિકલિવમાં હતા. સિકમાં ઉતરી આવ્યા બાદ પણ PSI વનાર તેમની પાસેથી ખૂબ જ કામ લેતા હતા અને ચીમકીઓ પણ આપતા હતા કે, તમે ભલે ધરમપુર બદલી કરાવી લીધી, હું તમને છુટા નહીં કરું અને તમારી બદલી કેન્સલ કરાવી દઈશ અને ઉપર રિપોર્ટ કરી સસ્પેન્ડ કરાવીશ. તેમના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે, રતિલાલના મોબાઇલ ફોન સાથે PSI વનાર દ્વારા છેડછાડ પણ કરવામાં આવી છે. જેથી તેઓની ઉપર પોલીસ શંકા ન કરે અને કોઈ પુરાવો ના મળે.

મૃત્યુ બાદ જો મોબાઈલ સાથે છેડછાડ કરાઈ હશે તો જવાબદાર સામે ફરિયાદ થશે

આ તમામ પ્રકરણ અંગે વલસાડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપઘાત પ્રકરણમાં પોલીસ તપાસ કરી રહી છે. જે રીતે પરિવારે આક્ષેપ લગાવ્યા છે તે અંગે પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે પણ તપાસ થઇ રહી છે. બે થી ત્રણ એંગલ પોલીસ સામે આવ્યા છે. તમામને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રોલ કોલ દરમિયાન શું ઘટના બની હતી. તે માટે પણ CCTV ફૂટેજ લઇ તપાસ શરૂ કરવામાં આવશે અને ત્યાં હાજર પોલીસ કર્મીઓના DYSP દ્વારા નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પરિવારે જે મોબાઇલ ફોનના છેડછાડનો આરોપ મુક્યા છે, તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. તેમનો મોબાઇલ એફ.એસ.એલ.માં મોકલવામાં આવેલ છે. જો મોબાઈલ સાથે રતિલાલના મૃત્યુ બાદ કોઈ છેડછાડ કરવામાં આવી હશે તો જવાબદાર સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

જો પરિવારના આક્ષેપ સાચા હોય તો ASI ને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું

હવે જોવાનુ એ રહ્યું કે, ફરજ દરમિયાન લોકો જે ન્યાય આપતા હતા એવા મૃતક ASI ને ન્યાય મળશે કે નહીં. આ ચકચારી આપઘાત પ્રકરણને લઇને જિલ્લાની પોલીસ પણ ચર્ચા સાથે રતિલાલ માટે દુઃખ વ્યક્ત કરી રહેલ છે. ત્યારે પ્રશ્ન એ છે કે, જે પોલીસ સ્ટેશનમાં PSI વનાર ફરજ બજાવી રહ્યાં છે. તે જ પોલીસ સ્ટેશનના નાના પોલીસ કર્મચારીઓ પોતાના ઉપરી અધિકારી એવા PSI વનારની હાજરીમાં તેમના વિરુદ્ધ ન્યાયિક નિવેદન આપી શકશે.? એવી જિલ્લા પોલીસ અને લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.

Last Updated : Jan 21, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.