ETV Bharat / state

સુરતમાં ડેપ્યુટી ડાયરેકટરની ખોટી ઓળખ આપી રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી - surat news

સુરત: જિલ્લામાં હજુ પણ ડુપ્લીકેટ અધિકારીઓ બની ને રોફ જમાવતા લોકો જોવા મળી રહ્યા છે, ત્યાં ઉમરા વિસ્તારમાં એક ઈસમ પોતે GSTના ડેપ્યુટી ડાયરેકટર વિજિલન્સની ઓળખ આપી રોફ જમાવતો શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની તપાસ હાથ ધરતા તેની પાસેથી બે ડુપ્લીકેટ આઈ કાર્ડ પણ મળી આવ્યા હતાં. અત્યાર સુધીમાં જીએસટી અધિકારી બની કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે અને ડુપ્લીકેટ આઈડી કાર્ડ ક્યાંથી બનાવ્યા છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

સુરતમાં ડેપ્યુટી ડાયરેકટરની ખોટી ઓળખ આપી રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી
author img

By

Published : Oct 6, 2019, 4:19 AM IST

નકલી પોલીસ પછી હવે નકલી જીએસટી અધિકારી સુરત પોલીસના હાથે ઝડપાયો છે. GST કાયદો અમલીકરણમાં આવ્યો ત્યારથી ધૂતરાઓએ પોતાની દુકાનો ખોલી વેપારી વર્ગના લોકોને ડરાવી-ધમકાવી રૂપિયા પડાવવાનો ખેલ શરૂ કરી દીધો છે, ત્યાં સુરતના ઉમરા પોલીસ મથકની હદમાંથી નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડ્યો છે.

સુરતમાં ડેપ્યુટી ડાયરેકટરની ખોટી ઓળખ આપી રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર સુરત જીએસટીના અધિકારીઓને ખ્યાલ આવ્યો હતો કે એક વ્યક્તિ પોતે GST અધિકારીની ખોટી ઓળખ આપી રહ્યો છે. જે બાબતે ચેક કરતા મામલો બહાર આવ્યો હતો. જીએસટી અધિકારીઓએ નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડવા ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં આખરે નકલી જીએસટી અધિકારી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આરોપીની તપાસ કરતા જીએસટી અધિકારી હોવાના બે ખોટા આઈકાર્ડ પણ મળી આવ્યા હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી વાપીનો રહેવાસી છે અને સુરતમાં વેપારીઓને ધાકધમકી આપી રૂપિયા પડાવવા માટે ફરી રહ્યો હતો. હાલમાં ઉમરા પોલીસે ડુપ્લીકેટ અધીકારીની ધરપકડ કરી આ બાબતે આગળની તપાસ શરૂ કરી છે.

Intro:સુરત : હજુ પણ ડુપ્લીકેટ અધિકારીઓ બની ને રોફ ઝાડતા લોકો જોવા મળી રહ્યા છે, ત્યાં ઉમરા વિસ્તારમાં એક ઈસમ પોતે GST ના ડેપ્યુટી ડાયરેકટર વિજિલન્સ ની ઓળખ આપી રોફ જમાવતા પોલીસના હાથે ચઢી ગયો છે.ઉમરા પોલીસે તેની પાસેથી બે ડુપ્લીકેટ  આઈ કાર્ડ પણ જપ્ત કર્યા છે.હમણાં સુધી જીએસટી અધિકારી બની કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે અને ડુપ્લીકેટ આઈડી કાર્ડ ક્યાંથી બનાવ્યા છે તેની તપાસ પોલીસ કરી રહી છે...

Body:નકલી પોલીસ પછી હવે નકલી જીએસટી અધિકારી સુરત પોલીસના હાથે ઝડપાયો છે. GST કાયદો અમલીકરણ માં આવ્યો ત્યારથી ધૂતરાઓએ પોતાની દુકાનો ખોલી વેપારી વર્ગના લોકોને ડરાવી - ધમકાવી રૂપિયા પડાવવાનો ખેલ શરૂ કરી દીધો છે.ત્યાં સુરતના ઉમરા પોલીસ મથકની હડમાંથી આવાજ કઈક નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડ્યો છે.  પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર સુરત જીએસટી ના અસ્સલ અધિકારીઓને ખ્યાલ આવ્યો હતો કે એક વ્યક્તિ પોતે GST અધિકારીની ખોટી ઓળખ આપી રહ્યો છે. જે બાબતે ચેક કરતા આખો મામલો બહાર આવ્યો હતો.જીએસટી અધિકારીઓએ નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડવા ઉમરા પોલીસનો સંપર્ક સાંઢયો હતો.જ્યાં  આખરે નકલી જીએસટી અધિકારી પોલીસના હાથે ચઢી ગયો હતો.ધરપકડ કરાયેલા આરોપીનું નામ  ઉત્પલ બળદેવભાઈ પારેખ હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.સાથે આરોપીની તલાશી લેતા જીએસટી અધિકારી હોવાના બે ખોટા આઈકાર્ડ પણ  મળી આવ્યા....

પોલીસની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું કે આરોપી  વાપીનો રહેવાસી છે અને સુરતમાં વેપારીઓ ને ધાકધમકી આપી રૂપિયા પડાવવા માટે ફરી રહ્યો હતો. જેથી કપડાં પણ એવા પહેરીને આવતો, જેથી કોઈ વ્યક્તિ ને શક ના જાય. હાલમાં તો ઉમરા પોલીસે ડુપ્લીકેટ અધીકારીની ધરપકડ કરી આ બાબતે તપાસ શરૂ કરી છે....

Conclusion:કેટલા સમયથી આ રીતે લોકો સાથે ચિટિંગ કરી રહ્યો હતો  અને  કેટલા લોકો ને નકલી અધિકારી તરીકેની ઓળખ આપી રૂપિયા પડાવ્યા છે.તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે વધુમાં  જે આઈકાર્ડ મળ્યા છે  તે કોના મારફતે બનાવ્યા તે અંગે ઝીણવટભરી રીતે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે..આરોપીની પૂછપરછ નવા ખુલાસા બહાર આવે તો નવાઈ નહીં.

બાઈટ :પી.એલ.ચૌધરી( એસીપી પીઆરઓ પો.કમી.સુરત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.