વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમ અંગે માહિતી આપતા ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાષ્ટ્ર સેનાના અધ્યક્ષ વિનોદ જૈને જણાવ્યું કે હાલમાં જ વડા પ્રધાન મોદી દ્વારા 370ની કલમ દૂર કરવામાં આવી હતી. આ રીતે નવા ભારતના દર્શન કરાવનાર વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવી પડે તે સ્વભાવિક છે. કલમ 370 દૂર કરાઈ, મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી છુટકારો અપાવ્યો આ ઐતિહાસિક નિર્ણયને ધ્યાનમાં રાખી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસની સુરતમાં કંઈક અલગ રીતે જ ઊજવણી થશે ! - latest surat news
સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની "સેવા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવશે. કશ્મીરથી 370 અને 35A કલમ નાબૂદ થતા હવે સુરત ખાતે વંચિત અને ગરીબ પરિવારની 370 દીકરીઓને ભણાવવાની નેમ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાશે. ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાષ્ટ્રસેનાના નેજા હેઠળ સુરતની વિવિધ સેવાભાવી સંસ્થાના સહયોગથી સુરતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમ અંગે માહિતી આપતા ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાષ્ટ્ર સેનાના અધ્યક્ષ વિનોદ જૈને જણાવ્યું કે હાલમાં જ વડા પ્રધાન મોદી દ્વારા 370ની કલમ દૂર કરવામાં આવી હતી. આ રીતે નવા ભારતના દર્શન કરાવનાર વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવી પડે તે સ્વભાવિક છે. કલમ 370 દૂર કરાઈ, મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી છુટકારો અપાવ્યો આ ઐતિહાસિક નિર્ણયને ધ્યાનમાં રાખી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
Body:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમ અંગે માહિતી આપતા ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાષ્ટ્ર સેનાના અધ્યક્ષ વિનોદ જૈને જણાવ્યું કે હાલમાં જ પ્રધાનમંત્રી મોદી દ્વારા 370ની કલમ દૂર કરવામાં આવી હતી. આ રીતે નવા ભારતના દર્શન કરાવનાર વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવી પડે તે સ્વભાવિક છે. કલમ 370 દૂર કરાઈ, મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી છુટકારો અપાવ્યો આ ઐતિહાસિક નિર્ણયને ધ્યાનમાં રાખી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતાં વિનોદ જૈને જણાવ્યું કે, ત્રિપલ તલાકથી પીડિત મુસ્લિમ મહિલાઓ તથા વિધવા બહેનોની ગરીબ 370 જેટલી દીકરીઓને સુરતની વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. 370 દીકરીઓને ભણાવવાની નેમ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાશે. આ સુરતના ઇતિહાસની કદાચ પ્રથમ ઘટના હશે.
આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 16 મી સપ્ટેમ્બરના રોજ સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજાનાર "એક શામ મોદીજી કે નામ" કાર્યક્રમ અંતર્ગત દેશભરના સુપ્રસિદ્ધ કવિઓ હાસ્ય, વ્યંગ તથા વીરરસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનોખા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવશે. આ કાર્યક્રમમાં હરિધામ સોખડાના સંત ગુરુપ્રસાદ સ્વામી ખાસ ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. આ ઉપરાંત તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે. Conclusion:સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદોને અનાજની કીટ તથા કપડાં પણ આપવામાં આવશે. સાથે સાથે વૃક્ષા રોપણ અને સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવશે...
બાઈટ :વિનોદ જૈન (અધ્યક્ષ, રાષ્ટ્ર સેના)