ETV Bharat / state

જ્ઞાતિનું પ્રમાણપત્ર લેવા વહેલી સવારથી કચેરી બહાર લાઇન લગાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ - Gujarati News

સુરત : પરિણામો જાહેર થઈ ગયા છે, હવે મિશન એડમીશન માટેની કવાયત વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. એડમિશન માટે જે જાતિનો દાખલો અનિવાર્ય હોય છે તેના માટે વિદ્યાર્થીઓને આશરે 7 થી 8 કલાક સુધી સુરત નિયામકની કચેરી બહાર ઉભા રહેવું પડે છે. તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓને ટોકન મળતા નથી જેના કારણે ભારે વાલી અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

જ્ઞાતિના પ્રમાણપત્ર લેવા માટે  વહેલી સવારથી કચેરી બહાર લાઇનમાં ઉભા રહેતા  વાલી અને વિદ્યાર્થીઓ
author img

By

Published : May 14, 2019, 2:40 PM IST

સુરતના જાતિ નાયબ નિયામક કચેરી બહાર મોડી રાતથી વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્ઞાતિના પ્રમાણપત્ર લેવા માટે ઉભા રહેલા જોવા મળે છે. વહેલી સવારે 4 થી 5 વાગ્યાના સુમારેથી વાલીઓ અને તેમના બાળકોના પ્રમાણપત્ર લેવા માટે કચેરીની બહાર લાઈનમાં ઉભા રહી જાય છે. સુરતના જાતિ નાયબ નિયામકની કચેરી બહાર લોકોનો ભારે ધસારો જોવા મળે છે. કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તો મોડી રાતથી લાઈનમાં ઉભા રહી ઈ-ટોકનની રાહ જુએ છે.

જ્ઞાતિના પ્રમાણપત્ર લેવા માટે વહેલી સવારથી કચેરી બહાર લાઇનમાં ઉભા રહેતા વાલી અને વિદ્યાર્થીઓ
એડમિશનના કારણે જ્ઞાતિ પ્રમાણપત્ર આવશ્યક બની જાય છે અને આ પ્રમાણપત્ર લેવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને કચેરી બહાર ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે.કલાકો સુધી ઊભા રહયા બાદ 700 જેટલા વિદ્યાર્થીઓને ટોકન આપવામાં આવે છે અને જેને ટોકન નથી મળતા તેઓને ફરીથી બીજા દિવસે લાઈનમાં ઉભુ રહેવું પડે છે.

આ અસુવિધાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી પણ છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહી છે. ભારે ગરમી વચ્ચે રાત્રિથી ઊભા રહેલા વાલીઓને જ્યારે ટોકન નહીં મળે તો ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય છે અને આ વચ્ચે જેને ટોકન મળી ગયુ તેને પ્રમાણપત્ર લેવા માટે મશક્કત કરવી પડે છે.

એડમિશન ના સમયે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ જોવા મળે છે તેમ છતાં કોઈ યોગ્ય સુવિધા ન હોવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્ર જાણતું હોય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જ્ઞાતિના પ્રમાણપત્ર લેવા માટે લાઈનમાં કલાકો ઊભા રહેતા હોય છે તો કેમ કોઈ અન્ય સુવિધા ઊભી કરવામાં આવતી નથી. વર્ષો વર્ષ આવી સ્થિતી નું નિર્માણ થતુ હોવા છતા પણ સરકારના પેટ નું પાણી હાલતુ નથી જેનો આક્રોશ વાલી અને વિદ્યાર્થીઓ ના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

Intro:સુરત : પરિણામો જાહેર થઈ ગયા છે, હવે મિશન એડમીશન માટેની કવાયત વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે એડમિશન માટે જે જાતિનો દાખલો અનિવાર્ય હોય છે તેના માટે વિદ્યાર્થીઓને આશરે ૭ થી ૮ કલાક સુધી સુરત નિયામકની કચેરી બહાર ઉભો રહેવુ પડે છે તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓને ટોકન મળતા નથી જેના કારણે ભારે વાલી અને વિદ્યાર્થી ઓમાં રોષ જોવા મળી રહ્યો છે...

Body:સુરતના જાતિ નાયબ નિયામક કચેરી બહાર મોડી રાતથી વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્ઞાતિના પ્રમાણપત્ર લેવા માટે ઉભા રહેલા જોવા મળે છે. વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાના સુમારે થી વાલીઓ અને તેમના બાળકોના પ્રમાણપત્ર લેવા માટે કચેરીની બહાર લાઈનમાં ઉભા રહી જાય છે સુરતના જાતિ નાયબ નિયામક ની કચેરી બહાર લોકોનો ભારે ધસારો જોવા મળે છે કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તો મોડી રાતથી લાઈનમાં ઉભા રહી ઈ ટોકન ની રાહ જુએ છે...

એડમિશન ના કારણે જ્ઞાતિ પ્રમાણપત્ર આવશ્યક બની જાય છે અને આ પ્રમાણપત્ર લેવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને કચેરી બહાર ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે કલાકો સુધી ઊભા રહયા બાદ ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટોકન આપવામાં આવે છે અને જેને ટોકન નથી મળતા તેઓને ફરીથી બીજા દિવસે લાઈનમાં ઉભુ રહેવું પડે છે આ અસુવિધા ના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી પણ છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહી છે. ભારે ગરમી વચ્ચે રાત્રિથી ઊભા રહેલા વાલીઓ ને જ્યારે ટોકન નહીં મળે તો ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હોય છે અને આ વચ્ચે જેને ટોકન મળી ગયું તેને પ્રમાણપત્ર લેવા માટે મશક્કત કરવી પડે છે..

Conclusion:એડમિશન ના સમયે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ જોવા મળે છે તેમ છતાં કોઈ યોગ્ય સુવિધા ન હોવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્ર જાણતું હોય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જ્ઞાતિના પ્રમાણપત્ર લેવા માટે લાઈનમાં કલાકો ઊભા રહેતા હોય છે તો કેમ કોઈ અન્ય સુવિધા ઊભી કરવામાં આવતી નથી. વર્ષો વર્ષ આવી સ્થિતી નું નિર્માણ થતુ હોવા છતા પણ સરકારના પેટ નું પાણી હાલતુ નથી જેનો આક્રોશ વાલી અને વિદ્યાર્થીઓ ના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

બાઈટ :- દર્શન 

બાઈટ :- કેવિન 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.